વડોદરામાં તબીબ અને પ્રોફેસરના મકાનને નિશાન બનાવતા તસ્કરો : દાગીના, રોકડ મળી 1.35 લાખની ચોરી

10 October 2020 05:38 PM
Vadodara
  • વડોદરામાં તબીબ અને પ્રોફેસરના મકાનને નિશાન બનાવતા તસ્કરો : દાગીના, રોકડ મળી 1.35 લાખની ચોરી

સયાજીગંજ વિસ્તારમાં રહેતા તબીબના દીકરાની કોરોના સારવાર કરાવવા ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યોે

રાજકોટ, તા.10
વડોદરામાં તસ્કરોએ તબીબ અને પ્રોફેસરના મકાનને નિશાન બનાવી રૂ. 1.35 લાખની મતા ચોરી ગયા હતા. તબીબ પોતાના કોરોનાગ્રસ્ત દીકરાની સારવાર કરાવવા ગયા હતા અને પાછળથી બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોનાના દાગીનાની ચોરી ગયા હતા. જ્યારે પ્રોફેસરના ઘરમાંથી 15 હજારની રોકડ ચોરાઈ હતી. અહીં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

વડોદરામાં તસ્કરોને મોકલું મેદાન મળી ગયું હોય તેમ શહેરમાં ચોરી થવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા હતા. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી સવગણ સોસાયટી ખાતે રહેતા અને ડભોઇ રોડ પર આવેલી શ્રી જગદીશ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકેનું કામ કરતા અસ્મિતાબેન પરમારના પતિ તે હોસ્પિટલમાં એમડી અને તબીબ તરીકે ફરજ બજાવે છે. તેમના 18 વર્ષના દીકરાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ગત ત્રીજી ઓક્ટોબરના રોજ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ગયા હતા. પાછળથી બંધ રહેલા મકાનમાં તા. 5 ઓક્ટોબરના ચોરી થઇ હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા ઘરે આવી જોતા મેઈન ડોરનું તાળું તૂટેલું હતું અને રૂમમાં તપાસ કરતા કબાટમાં રાખેલ સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની કડી, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી સહિત આશરે બે તોલા વજન અને રૂપિયા 1.20 લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ ગયાનું જાણવા મળ્યું હતું. ઘરમાં વિદેશી કરન્સીના રોકડા 50000 પડ્યા હતા પણ તસ્કરોએ તે ચોરી નહીં કરતાં તે ત્યાં જ મળી આવ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

સંબંધીની દેખરેખ માટે હોસ્પિટલ ગયેલા પ્રોફેસરના મકાનમાંથી ચોરી ચોરીના બીજા કિસ્સામાં એમએસ યુનિવર્સિટીમાં પોલિટેકનિકમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા માંજલપુર વિસ્તારની શંકર બાગ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ ભાવસાર ગત તા.30 ના રોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંબંધીની દેખરેખ માટે ગયા હતા. દરમિયાન બંધ મકાનમાં તા. તા.5 ના રોજ ચોરી થઇ હોવાની જાણ થતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા. જ્યાં મકાનનું તાળું તૂટેલું હતું અને બેડરૂમની તિજોરીમાંથી તસ્કરો 15 હજારની રોકડ ચોરી ગયા હતા. માંજલપુર પોલીસને ફરિયાદ મળતા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement