વડોદરાના ઠગ તાંત્રિકની પાપલીલા, વિધિના બહાને પત્ની સામે જ અન્ય મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચર્યું

10 October 2020 05:23 PM
Vadodara Gujarat
  • વડોદરાના ઠગ તાંત્રિકની પાપલીલા, વિધિના બહાને પત્ની સામે જ અન્ય મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચર્યું

ઢોંગી તાંત્રિકે વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખની રકમ પણ ખંખેરી લીધાનો આક્ષેપ

રાજકોટ, તા. 10
વડોદરા માં એક ઠગ બાજ તંત્રીકે પોતાની પત્ની સાથે મળીને વિધિ કરાવવાના બહાને એક મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચાર્યની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ કરાયો છે કે આ તંત્રીકે મહિલાના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી રૂ. 31 લાખની રકમ પણ ખંખેરી લીધી છે.

મળતી વિગત મુજબ ભાવનગરમા પીયર ધરાવતી અને વડોદરામાં સાસરે રહેતી બે સંતાનોની માતા એવી એક મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારા ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોવાંથી જૂન 2018માં વડોદરાના તરસાલી શરદનગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામના જ્યોતિષની સંપર્ક કર્યો હતો. હિરેને ભાવનગર ખાતે મારા ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરાવવા મારા ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા. બાદમાં જૂન 2019માં વડોદરા ખાતે અમારા ઘરે હિરેન પુરોહિત કથા કરવાના બહાને આવ્યો હતો અને કોઈ પ્રસાદ આપ્યો હતો ત્યારથી મારી શારીરિક હાલત બગડી હતી. તેથી મહિલના પતિએ હિરેન પુરોહિતને પૂછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા

હોવાનું જણાવ્યું હતું. અને મહિલાને ભાવનગર પીયરમાં રહેવા સલાહ આપી હતી. હિરેન થોડા દિવસો બાદ ભાવનગર આવી 15 માસ સુધી પતિ સાથે ન રહેવા મને અને મારા માતા-પિતા અને ભાઈને સલાહ આપી હતી. બાદમાં એકાંતમાં વિધિ કરવાના બહાને કઈક ખવડાવી અર્ધબેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ કરાવવાના બહાને રોકડ 7 લાખ તથા બે લાખના દાગીના પડાવી લીધા હતા.
ફરિયાદમાં આગળ મહિલાએ જણાવ્યું હતું કે, મારી વિધિ ચાલતી હોવાથી હિરેને વડોદરા સ્થિત આરોપીના ઘરે ગઈ હતી ત્યારે ભાવનગરમાં દુષ્કર્મ કર્યા સમયના આપત્તીજનક ફોટા બતાવી સતત સાત દિવસ ઘરમાં ગોંધી રાખી હતી અને તેની પત્ની નજર સામે મને નિર્વસ્ત્ર કરી ફરી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement