સુરતના ડે. મ્યુનિ. કમિશ્નર કેતન પટેલ વિરુદ્ધ એસીબીની તપાસ માટે સરકારની મંજુરી

08 October 2020 05:36 PM
Surat Gujarat
  • સુરતના ડે. મ્યુનિ. કમિશ્નર કેતન પટેલ વિરુદ્ધ એસીબીની તપાસ માટે સરકારની મંજુરી

છ લકઝરી કાર સહિતનો ‘વૈભવ’ મળ્યો

સુરત તા.8
સુરતના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર કેતન પટેલ સામે તપાસ કરવા એન્ટી કરપ્શન બ્યુરોને સરકારની મંજુરી મળી ગયેલ છે. કેતન પટેલ પાસે આવકની તુલનાએ અપ્રમાણસર સંપતિના કેસમાં તપાસ કરવા માટે સરકારે મંજુરી આપી છે. મ્યુ. કમિશ્નર કેતન પટેલ વિરુદ્ધ એસીબી તપાસ કરશે. જેમાં ગાયત્રીનગરમાં બંગલો, ડાયમંડની ખરીદી અંગે તપાસ કરવામાં આવશે.

ઈમ્પેકટ ફી બાબતે પણ એસીબી તપાસ હાથ ધરશે. અપ્રમાણસર મિલ્કત બાબતે સરકારે તપાસ માટે મંજુરી આપી છે. કેતન પટેલ પાસે 5થી6 લકઝરીયસ કાર મળી આવી છે તેમજ કરોડ રૂપિયા મકાન વિદેશ પ્રવાસ અને અપ્રમાણસરની મિલ્કતની ફરિયાદ ઉઠી છે. સોના ડાયમંડ ખરીદી બાબતે પણ તપાસ કરાશે. તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો છે. જે સામાન્ય રીતે મ્યુનીસીપલ કમિશ્નર માટે શકય નથી. તેની તપાસમાં અનેક નવા ફણગા ફુટી શકે છે. એસીબીની આ તપાસને લઈને સુરતના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર કેતન પટેલ રાજીનામુ આપે તેવી સંભાવના છે.


Related News

Loading...
Advertisement