હવે રેલવે સ્ટેશને મળશે ગરમાગરમ ભોજન

05 October 2020 10:42 AM
India Travel
  • હવે રેલવે સ્ટેશને મળશે ગરમાગરમ ભોજન

કોરોના મહામારી-લોકડાઉનના 6 મહિનાના લાંબા અંતરાલ બાદ બંધ પડેલા ફૂડ પ્લાઝા ફરી શરૂ કરી રહ્યું છે આઈઆરસીટીસી

મુંબઈ તા.5
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે છેલ્લા 6 મહિનાથી બંધ પડેલ રેલ્વે સ્ટેશન પરના ફુડ પ્લાઝા હવે ખુલવાની તૈયારીમાં છે, જેના કારણે સ્ટેશનો પર અને ટ્રેનમાં યાત્રીઓને ગરમાગરમ ભોજનનો લાભ મળી શકે છે. ઈન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા સંચાલીત દેશભરમાં ફુડ પ્લાઝા અને જન આહારમાં હવે પહેલાની જેમ ગરમ ભોજન પીરસવામાં આવશે. યાત્રી તેને પાર્સલમાં લઈ જઈ શકશે.

આઈઆરસીટીસીના પ્રવકતા સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે દેશભરના રેલ્વે સ્ટેશનો પર સ્થિત ફુડ પ્લાઝા અને જન આહારમાંથી બિરયાની, પુલાવ, છોલે, રાઈસ પ્લેટ, પુરી-ભાજી જેવી ફુડ આઈટમ ખરીદીને લઈ જઈ શકે છે. આથી ટ્રેનોમાં યાત્રા કરનારા યાત્રીઓને પણ પાર્સલ લઈ જવાનો વિકલ્પ મળશે. હાલ ફુડ પ્લાઝા વગેરેમાં સીમીત આઈટમ્સ ઉપલબ્ધ છે. મુંબઈમાં દરેક મોટા સ્ટેશનો પર આઈઆરસીટીસીના ફુડ પ્લાઝા અને જનઆહાર ઉપલબ્ધ છે.

ટ્રેનોમાં ‘રેડી ટુ ઈટ’
મુંબઈ: રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનમાં હવે માત્ર રેડી ટુ ઈટ ભોજન જ મળશે. આ પ્રકારનું ભોજન વિશેષ તાપમાન પર પેક કરવામાં આવે છે, જેની સેલ્ફ લાઈફ 6 મહિના સુધીની હોય છે. તેને પીરસતા પહેલા કેટલીક સેક્ધડસ સુધી ઓવનમાં રાખવાનું હોય છે. હાઈજીન માટે આ પ્રક્રિયા બેહદ સુરક્ષિત છે.

સામાન્ય રીતે પેન્ટ્રી કારોમાં ખૂલી આઈટમ વેચાય છે, જેની પણ હાઈજીન પર અનેક વાર સવાલ ઉઠયા છે. આ સિવાય રેલવે પણ બધી ટ્રેનોમાંથી પેન્ટ્રી કાર હટાવવા ઈચ્છે છે.


Related News

Loading...
Advertisement