રાણપુરના અણીયાળી-કસ્બાતી ગામે ચાલીસમાનો કાર્યક્રમ રદ કરાયો

03 October 2020 01:13 PM
Botad
  • રાણપુરના અણીયાળી-કસ્બાતી ગામે ચાલીસમાનો કાર્યક્રમ રદ કરાયો

બોટાદ તા. 3
રાણપુર તાલુકાના અણીયાળી-કસ્બાતી ગામે દર વર્ષે ચાલીસમાનો પ્રોગ્રામ યોજવામાં આવે છે. જે ચાલુ વર્ષે કોરોનાના કારણે બંધ રાખવામાં આવેલ છે.
અણીયાળી-કસ્બાતી (રાણપુર) ખાતે હુસેની કુવા ઉપર યોજાનારો ચાલીસમાં (ચેહલુમ)નો કાર્યક્રમ આ વર્ષે મોકુફ રાખેલ છે.

અણીયાળી-કસ્બાતી મુકામે હ.ઇમામ હુસેન (અ.સ.) ના રોજા મુબારક ખાતે પ્રતિવર્ષ ચેહલુમ (ચાલીસમા) નો કાર્યક્રમ ભારે અદબપૂર્વક યોજવામાં આવે છે. જેમાં રાણપુર અને આસપાસના ગામો સહીત તેમજ ભાવનગર-અમદાવાદ-ધંધુકા-મહુવા-તળાજા વિગેરે ગામોના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.સ પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઇડલાઇનનું પાલન કરતા આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેવા ધર્મપ્રેમી જનતાએ લેવી.
માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના પાલન સાથે રોજા મુબારકના દ્વાર ઝિયારત માટે કાયમ ખુલ્લા રહેશે.


Loading...
Advertisement