પ્રવાસીઓ માટે ગૂડ ન્યુઝ: 15 ઓકટોબરથી 200થી વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડશે

03 October 2020 10:32 AM
India Travel
  • પ્રવાસીઓ માટે ગૂડ ન્યુઝ: 15 ઓકટોબરથી 200થી વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડશે

તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈને રેલવેનો નિર્ણય

નવી દિલ્હી તા.3
તહેવારોની સીઝનમાં માંગને ધ્યાને લઈને રેલવેએ આગામી 15મી ઓકટોબરથી 30 નવેમ્બર સુધી 200 નવી સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું નકકી કર્યું છે. આ મહિનાઓમાં તહેવારો હોય છે, જેને લઈને ટ્રાન્સપોર્ટ સીસ્ટમ પર વધારે બોજ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.

રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ વી.કે.યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે વિવિધ ઝોનલ પ્રબંધકો સાથે વાત કરી અને તેમને પૂછવા પર ફેસ્ટીવ સીઝનમાં લોકોને અસુવિધાથી બચાવ માટે કેટલી ટ્રેનોની જરૂર છે તેમ પૂછતા અમારી સામે લગભગ 200નો આંકડો આવ્યો હતો. અને તેના આધારે અમે તહેવારની સીઝનમાં આનાથી વધુ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરી ચૂકયા છે.


Related News

Loading...
Advertisement