’હું પણ કોરોના વોરિયર્સ’ કહીં, સુરતના શિક્ષકે 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા ડોનેટ કર્યું

03 October 2020 10:18 AM
Surat Gujarat
  • ’હું પણ કોરોના વોરિયર્સ’ કહીં, સુરતના શિક્ષકે 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા ડોનેટ કર્યું

પિતાના કાર્ડિયાક એટેક સમયે લોહી માટે મુશ્કેલી પડી ત્યારથી શ્રીધરભાઈ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે, 150થી વધુ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ પણ દાન કર્યું

સુરત, તા. 3
કોરોના મહામારી વચ્ચે દર્દીની સારવાર કરવા માટે પ્લાઝમા થેરાપી ઉપયોગ બની છે. ત્યારે સુરતના શ્રીધરભાઈ કોન્ટ્રાક્ટર (ઉ.વ. 51) એ 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેમને હું પણ કોરોના વોરિયર્સના સૂત્રને સ્વીકારી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

વ્યવસાયે શિક્ષક એવા શ્રીધરભાઈ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહે છે. તેઓ જણાવ્યુ હતું કે, 2001માં કોલેજકાળમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. 2005માં પિતાને કાર્ડિયાક એટેક આવ્યો અને તે સમયે 8 યુનિટ લોહી મેળવવા ખુબ મુશ્કેલીઓ પડી હતી. જેમાંથી પ્રેરણા લઇ લોહીની જરૂરિયાત વાળા અન્ય કોઈ દર્દીને બ્લડ મેળવવા મુશ્કેલી ન પડે તે માટે નિયમિત રકતદાન કરૂ છું.

બ્લડ કેન્સર કે ડેન્ગ્યું જેવા ગંભીર રોગોમાં શ્વેતકણો ઘટી જતાં હોય છે. જેને ધ્યાને રાખી શ્રીધરભાઇએ 158 વખત સિંગલ ડોનર પ્લેટલેટ્સ આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, રીપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે માત્ર 2 માત્રામાં વાઈરસ શરીરમાં હતા. જેથી ઝડપથી રિકવરી આવી. પ્રેરણાદાયક સંદેશો આપતા તેમણે જણાવ્યું કે, પ્લાઝમા ડોનેટ કરવાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે?


Related News

Loading...
Advertisement