સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 75ને પાસા

02 October 2020 12:41 PM
Surat Gujarat
  • સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 75ને પાસા

પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યાના માત્ર પખવાડીયામાં જ તોમરે 2000 કરતાં વધુ દારૂના કેસો નોંધ્યા

અમદાવાદ, તા. 2
સુરતમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 75ને પાસા હેઠળ ધકેલ્યા છે.
આ તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. અધિકારીક સુત્રો અનુસાર એક જ દિવસમાં 75 આરોપીઓને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશ્યલ એકટીવીટીઝ)માં ધકેલવામાં આવ્યા હોય તેવી આ સુરતમાં પ્રથમ ઘટના છે.

પાસામાં ધકેલવામાં આવેલા 75માંથી 32 બુટલેગર તથા બાકીના 43 જુગારના સંચાલકો તથા અન્ય ગંભીર ગુના સાથે સંકળાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે. આ તમામ સાથે કાયદેસર કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યાના માત્ર 15 જ દિવસમાં તોમરે 2009 દારૂને લગતા કેસો નોંધ્યો છે તથા જુગાર રમતા 1,412 શખ્સોને ઝડપી પાડયા હતા.

સુત્રો અનુસાર તોમર પોલીસ ફોર્સમાં પણ શિસ્તતાનું પાલન કરાવવા પર કામગીરી કરી રહ્યા છે. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગેરશિસ્ત બદલ સજા ફટકારવામાં આવી હતી જ્યારે 3 પીઆઇ અને ર પીએસઆઇ સહિત 38 પોલીસ અધિકારીઓને તેમની સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement