ગુજરાતમાં આજે કોરોનાના 1300 થી વધુ કેસ, સંક્રમિતોનો આંક 1.37 લાખને પાર

30 September 2020 07:44 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં આજે કોરોનાના 1300 થી વધુ કેસ, સંક્રમિતોનો આંક 1.37 લાખને પાર

છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મૃત્યુ, 1372 દર્દીઓ સાજા થયા

ગાંધીનગર:
રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. કેસો વધી રહ્યા છે. તો બીજી તરફ સાજા થતા દર્દીની સંખ્યા પણ વધી રહી છે. રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1390 કેસો નોંધાયા છે. અને 11 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1372 દર્દીઓ સાજા થયા છે.
હાલ 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 16,624 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. કુલ પોઝીટીવ કેસની સંખ્યા 1,37,394 થઈ છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત 298
અમદાવાદ 197,
રાજકોટ 151,
વડોદરા 133,
જામનગર 92,
ભાવનગર 43,
મહેસાણા 41,
ગાંધીનગર 41,
બનાસકાંઠા 37,
જૂનાગઢ 35,
પંચમહાલ 32,
અમરેલી 30,
પાટણ 30,
ભરૂચ 24,
કચ્છ 24,
મોરબી 24,
સુરેન્દ્રનગર 24,
સાબરકાંઠા 16,
મહિસાગર 15,
ગીર સોમનાથ 14,
ખેડા 11,
તાપી 11,
આણંદ 10,
દેવભૂમિ દ્વારકા 10,
દાહોદ 8,
નવસારી 7,
પોરબંદર 7,
બોટાદ 6,
છોટા ઉદેપુર 5,
નર્મદા 5,
અરવલ્લી 3,
ડાંગ 3,
વલસાડ 3.


Related News

Loading...
Advertisement