ચેન્નાઈ સુપરકિંગ્સને રાહત: આગલા મેચ માટે રાયડુ-બ્રાવો ફિટ

30 September 2020 05:48 PM
India Sports
  • ચેન્નાઈ સુપરકિંગ્સને રાહત: આગલા મેચ માટે રાયડુ-બ્રાવો ફિટ
  • ચેન્નાઈ સુપરકિંગ્સને રાહત: આગલા મેચ માટે રાયડુ-બ્રાવો ફિટ

બન્ને ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં રમે તેવી સંભાવના: ચેન્નાઈ બનશે વધુ મજબૂત

નવીદિલ્હી, તા.31
મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે આઈપીએલ-13ની અત્યાર સુધીની સફર ખાસ્સી રહેવા પામી નથી. યુએઈ પહોંચતાની સાથે જ ફ્રેન્ચાઈઝીએ અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ટીમને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેના 13 ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ પછી ટીમના બે અનુભવી ખેલાડી સુરેશ રૈના અને હરભજનસિંહે વ્યક્તિગત કારણોસર ટૂર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય લેતાં ટીમને ઝટકો લાગ્યો હતો.

તમામ તકલીફો છતાં ચેન્નાઈએ અબુધાબીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીતથી શાનદાર શરૂઆત કરી હતી. આ મેચમાં હિરો રહેલા અંબાતી રાયડુએ 48 બોલમાં 71 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી પરંતુ સ્નાયુ ખેંચાઈ જતાં બે મેચ માટે તેને ટીમમાંથી બહાર કરાતાં આગળની બન્ને મેચમાં ચેન્નાઈએ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે હવે ચેન્નાઈને રાહત મળી રહી હોય તે તેવી રીતે અંબાતી રાયડુ અને તેના કી-પ્લેયર ડવેઈન બ્રાવો ફિટ થઈ ગયા છે અને આગલી મેચમાં રમવા માટે તે સજ્જ છે.

સીએસકેના સીઈઓ કે.એસ.વિશ્વનાથે કહ્યું કે, રાયડુ તેની ઈજામાંથી સંપૂર્ણ સાજો થઈ ગયો છે અને આગલા મેચમાં તે રમશે. ટ્રેનિંગ દરમિયાન તેણે કોઈ જાતની પરેશાની વગર દોડ લગાવી હતી અને નેટમાં બેટિંગ કરી હતી. આ ઉપરાંત ડવેઈન બ્રાવો પણ ઈજામાંથી બહાર આવી ગયો છે. ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 25 સપ્ટેમ્પરે ચેન્નાઈને આઈપીએલમાં બીજી હાર મળી હતી. આ ટીમે પોતાનો એકમાત્ર મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જીત્યો હતો. બોલિંગ હોય કે બેટિંગ દરેક ક્ષેત્રે ધોનીની આગેવાનીમાં ટીમને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.


Related News

Loading...
Advertisement