વકીલોને પ્રેકટીસ ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ

30 September 2020 05:36 PM
Rajkot Saurashtra
  • વકીલોને પ્રેકટીસ ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ

રાજકોટ, તા. 30
સમગ્ર ભારતના વકીલોનો નકકી કરેલ ઓનલાઇન ફોર્મની વિગતો ભરવાનો આદેશ સુપ્રિમ કોર્ટની ઇ-કમીટી દ્વારા કરવામાં આવેલો હતો અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા મુદ્દત 30મી સપ્ટેમ્બર સુધી મુકકરર કરવામાં આવેલ હતી.

બાર કાઉન્સીલ ઇન્ડીયા અને અનેક બાર કાઉન્સીલો, બાર એસો. દ્વારા આ મુદ્દત લંબાવવાની માંગણી કરેલ હતી અને લોકડાઉન દરમ્યાન ઘણા વકીલો પ્રેકટીસ ફોર્મ ભરવામાં રહી ગયેલ છે તેમ જણાવેલુ હતું. બાર કાઉન્સીલ ઇન્ડીયાની સોમવારે મળેલી જનરલ કાઉન્સીલની મીટીંગમાં તમામ હકીકતને ઘ્યાને લઇ અને ઓનલાઇન પ્રેકટીસ ફોર્મ ભરવાનો સમય લંબાવીને 15મી નવેમ્બર સુધીનો કરવાનો નિર્ણય ચેરમેન મનન મિશ્રાએ કરેલ હતો.

આ મુદ્દત સુધીમાં પણ જે વકીલો ફોર્મ ભરવાના નિષ્ફળ જશે તે તમામને વકીલાત ક્ષેત્રથી દુર કરવામાં આવશે અને વકીલાત નહીં કરી શકે તેમ બાર કાઉન્સીલ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement