98માંથી માંડ 30 વિજફીડર જ લીંકઅપ થયા: સ્કાડા સેન્ટરનું કામ ટલ્લે: નવી એજન્સી શોધવા કવાયત

30 September 2020 05:35 PM
Rajkot Saurashtra
  • 98માંથી માંડ 30 વિજફીડર જ લીંકઅપ થયા: સ્કાડા સેન્ટરનું કામ ટલ્લે: નવી એજન્સી શોધવા કવાયત

125 કરોડનો પ્રોજેકટ એક વર્ષથી અધુરો રહેતા લાઈનફોલ્ટ લોડ સહીતનાં કામોમાં હજુ જુની પદ્ધતિ

રાજકોટ તા.30
વિજલોડથી માંડીને વિવિધ ફોલ્ટ ઓફીસમાં બેઠા-બેઠા જ કન્ટ્રોલ થઈ શકે તે માટે સ્કાડા સેન્ટરનો પ્રોજેકટ અધવચ્ચે જ લટકી પડયો હોવાના કારણોસર વિજતંત્ર દ્વારા નવી એજન્સીને કામ સોંપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાંટ અંતર્ગત 125 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. શહેરમાં વખતોવખત વિજફોલ્ટ તથા લોડમાં અચાનક વધઘટ જેવી સમસ્યાઓ દુર કરવા માટેનો આ આ સ્કાડા પ્રોજેકટ 30 નવેમ્બર 2019 સુધીમાં પૂર્ણ કરવાનો હતો તેને એક વર્ષ પૂર્ણ થઈ ગયુ હોવા છતાં કામ અધવચ્ચે અટકી પડયુ છે. એટલુ જ નહિં મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી તથા નાણા ચુકવાતા ન હોવાથી એજન્સીઓએ પણ કામ થંભાવી દીધુ છે.

વિજ તંત્રના ટોચના સુત્રોએ કહ્યું કે સ્કાડા પ્રોજેકટ હેઠળ એજન્સી દ્વારા સબ સ્ટેશનોને લીંક કરી દેવામાં આવ્યા હતા,પરંતુ ફીડરોનાં લીંકઅપનું કામ અધુરૂ રહી ગયુ છે. બેમાંથી માત્ર 30 ફીડરોનાં લીંકઅપ થયા છે અને એકાદ વર્ષથી કામ થંભી ગયુ છે. અંડર ગ્રાઉન્ડ કેબલીંગ મારફત ફીડર સુધી લીંકઅપ કરવાનું થતુ હતું.

આ પ્રોજેકટ હેઠળ લાઈનમાં લોડમાં એકાએક વધારો ઘટાડો થાય કે અન્ય કોઈ સમસ્યા ફોલ્ટ ઉભી થાય તો સ્કાડા સેન્ટરમાં જ સીધી ખબર પડી જાય એટલું જ નહિં સ્કાડા કંટ્રોલરૂમમાંથી જ તેનું નિરાકરણ કરવાની પણ ગોઠવણ હતી. અત્યારની સ્થિતિએ ટ્રાન્સમીશન સંબંધી માહીતી મળી જાય છતાં સંબંધીત અધિકારીઓ-ક્ધટ્રોલરૂમને જાણ કરવી પડે છે. ફીડર લીંકઅપ થઈ જવાના સંજોગોમાં ઓટોમેટીક માહીતી મળી જાય છે.

એકથી વધુ કારણોસર એકાદ વર્ષથી સ્કાડા સેન્ટરનું કામ ટલ્લે છે. ત્યારે વિજતંત્ર દ્વારા નવી એજન્સીને કામ સોંપીને પ્રોજેકટ પુરો કરાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સુત્રોએ એમ કહ્યું હતું કે, કામ અધુરૂ મુકી દેનાર નાસીકની કંપનીને માલ સામાન સહીત અન્ય અનેક કામોના નાણા ચુકવાયા નથી એટલે નાણા ઉઘરાવીને કામ પડતુ મુકી દીધાનુ કહી ન શકાય.


Related News

Loading...
Advertisement