યુપીએસસીની પરિક્ષા લેવાશે જ: સુપ્રીમ

30 September 2020 05:32 PM
India
  • યુપીએસસીની પરિક્ષા લેવાશે જ: સુપ્રીમ

ઉમર મર્યાદા વધાર્યા સિવાય બીજી તક માટે કેન્દ્ર વિચારી શકે: સૂચન: તા.4 ઓકટોની પરીક્ષા રદ કરવાની માંગણી ફગાવાઈ: પરીક્ષા કેન્દ્રમાં કોરોના-સંક્રમણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા

નવી દિલ્હી: ચાલુ વર્ષ ઓકટોબરમાં યોજાનારી યુપીએસસીની (સીવીલ-સર્વિસ) પરીક્ષા યથાવત રહી છે. કોરોના સંક્રમણના કારણે આ વર્ષ પરીક્ષા મોકુફ રાખવાની માંગણી કરતી અરજી આજે સર્વોચ્ચ અદાલતે ફગાવી હતી અને સાથોસાથ જણાવ્યું હતું કે જેમના માટે આ પરીક્ષા છેલ્લો પ્રયત્ન છે અને તેમાં કોરોનાના કારણોસર પરીક્ષામાં હાજરી આપી શકે નહી તો ઉમર મર્યાદામાં કોઈ છૂટછાટ આપ્યા વગર તેમના માટે એક પ્રયત્નની છૂટ આપવા કેન્દ્ર વિચારી શકે છે.

સર્વોચ્ચ અદાલત સમક્ષ સુપ્રીમ કોર્ટે આ પરીક્ષા રદ કરવાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે પરીક્ષાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને રૂા.50 કરોડના ખર્ચે પરીક્ષાની આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

તા.4 ઓકટો.ના જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની સીવીલ સર્વિસની પ્રાથમીક (પ્રીલીમીનરી) પરીક્ષા લેવાશે. સુપ્રીમ કોર્ટ કોરોના કે તેના લક્ષણ ધરાવતા તાવ, શરદી, કફની સ્થિતિવાળા પરીક્ષાર્થીઓ માટે અલગથી બેઠક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

દેશભરમાં 72 કેન્દ્ર અને 2500 પેટાકેન્દ્રોમાં આ પરીક્ષા યોજાશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ચાલુ વર્ષે જેઈઈ અને નીટની પરીક્ષા લેવાઈ જ છે. દેશભરમાં આઈએએસ, આઈપીએસ તથા તે કેડર માટે આ પરીક્ષા લેવાય છે.


Related News

Loading...
Advertisement