શેરબજારમાં અનિશ્ચિતતાનો માહોલ: આંક 140 પોઈન્ટ ઉંચકાયો: સોના-ચાંદીમાં રાત્રે તેજી, દિવસે ગાબડા

30 September 2020 05:31 PM
Business India
  • શેરબજારમાં અનિશ્ચિતતાનો માહોલ: આંક 140 પોઈન્ટ ઉંચકાયો: સોના-ચાંદીમાં રાત્રે તેજી, દિવસે ગાબડા

રાજકોટ તા.30
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો વળાંક આવી ગયો હતો. અમુક હેવીવેઈટ શેરોમાં આકર્ષણ વચ્ચે સેન્સેકસ 140 પોઈન્ટ ઉંચકાયો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. સળંગ ત્રીજા દિવસે અનિયમીત વધઘટ થતી રહી હતી. કોઈ નવા કોટા કારણોની ગેરહાજરીથી સાવચેતી હતી. વ્યાજદર સમીક્ષા માટેનાં બોર્ડના સભ્યોની નિયુકિતમાં ઢીલથી બેઠક શકય બનતી ન હોવાની વિપરીત અસર હતી.નાણાં સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો.

શેરબજારમાં આજે ટેક મહિન્દ્રા,ટાઈટન,ગ્રાસીમ, નેસલે, એચડીએફસી, બેંક ઉંચકાયા હતા.ઈન્ડુસઈન્ડ બેંક, રીલાયન્સ, સનફાર્મા, ટીસ્કો, બજાજ ઓટો, ભારતી એરટેલ, ભારત પેટ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, વોડાફોન વગેરે શેરો નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 140 પોઈન્ટના ઉછાળાથી 38113 હતો જે ઉંચામાં 38236 તથા નીચામાં 37828 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 37 પોઈન્ટ વધીને 11259 હતો. તે ઉંચામાં 11295 તથા નીચામાં 11184 હતો.

દરમ્યાન સોના-ચાંદીમાં આજે ગાબડા પડયા હતા. સોનુ તથા ચાંદીમાં ગઈરાત્રે ઉછાળો હતો. પરંતુ આજે ફરી ભાવો ગગડી ગયા હતા. કોમોડીટી એકસચેંજમાં સોનુ 300 ના ઘટાડાથી 50365 હતું ચાંદી 1800 રૂપિયાના ગાબડાથી 60650 હતી.


Related News

Loading...
Advertisement