દેશના ટોપ-100 ધનાઢયોમાં રાજકોટના બાલાજી ગ્રુપનો સમાવેશ

30 September 2020 05:24 PM
Rajkot Saurashtra
  • દેશના ટોપ-100 ધનાઢયોમાં રાજકોટના બાલાજી ગ્રુપનો સમાવેશ

સૌથી વધુ સંપતિ ધરાવતા 100માંથી 60 ગુજરાતી તેમાંથી 59ની સંપતિ 1000 કરોડથી વધુ: ગૌતમ અદાણી ટોપ પર :બાલાજી વેફર્સના કાનજીભાઈ તથા ચંદુભાઈ વિરાણીની સંયુકત 5600 કરોડ તથા ભીખાભાઈ વિરાણીની સંપતિ 3300 કરોડ

રાજકોટ તા.30
વર્ષ 2020 ભારતીય વેપારીઓ માટે ભારે પડકારરૂપ રહ્યું. કોરોના મહામારીને લીધે અમલમાં મુકાયેલા લોકડાઉનને કારણે અનેક આર્થિક ગતિવિધિઓ સદંતર ઠપ્પ થઈ ગઈ હતી. જો કે આ પડકારોનો સામનો કરીને પણ અનેક ભારતીયોએ હારૂન ધ રિચેસ્ટ પીપલ ઈન ઈન્ડીયાની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સૌથી ધનાઢય 100 ભારતીયોની આ યાદીમાં રાજકોટ સ્થિત બાલાજી વેફર્સના ભીખાભાઈ વિરાણી, કાનજીભાઈ પોપટભાઈ વિરાણી અને ચંદુભાઈ વિરાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાજકોટ માટે ગૌરવની ક્ષણ કહી શકાય. રાજકોટને કર્મભૂમિ બનાવી આજે માત્ર ગુજરાતમાં જ નહી, પરંતુ સમગ્ર દેશમાં વેફર્સ અને નમકીનમાં ‘બાલાજી વેફર્સ’ નામ જાણીતું બન્યું છે.

હુરુનની 100 ધનાઢયોની યાદીમાં 60 ગુજરાતીઓનો સમાવેશ થયો છે અને આ 60 ગુજરાતીઓમાં 7 ધનાઢયો આપણા રંગીલા રાજકોટના છે. જયારે 38 અમદાવાદના, સુરતના 11, વડોદરાના 3 ધનાઢયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં શૂન્યથી સર્જન કરનાર કાનજીભાઈ વિરાણી અને ચંદુભાઈ વિરાણીનો પણ 2800-2800 કરોડ જયારે ભીખાભાઈ વિરાણીની 3300 કરોડની સંપતિ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 1989 સુધી ઘરે તાવડામાં બટેટાની વેફર તળીને શહેરનાં વિવિધ થિયેટરોમાં તેનું વેચાણ કરતાં ચંદુભાઈ વિરાણી 2800 કરોડ અને કાનજીભાઈ વિરાણી પણ 2800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3300 કરોડની સંપતિના માલિક છે. વેફરથી શરૂઆત કર્યા પછી આજે મગદાળ, ચટાકા પટાકા, ચણાદાળ, વટાણા સહિતની લાંબી યાદી ધરાવતી પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાયનાન્સ લિમિટેડ (આઈઆઈએફએલ) વેલ્જેય જાહેર કરેલી યાદીમાં ગુજરાતમાં 59 લોકો એવા છે જેમની સંપતિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 1.40 લાખ કરોડની સંપતિ સાથે સૌથી ટોચ પર છે. જયારે નિરમાના કરસન પટેલ 33,800 કરોડ સાથે બીજા અને 33,700 કરોડની સંપતિ સાથે ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ ત્રીજા નંબરે છે.

ધનાઢયોની આ યાદીમાં 12 નવા લોકોએ એન્ટ્રી કરી છે. જેમાં એસ્ટ્રલ સ્ટેરિટેકના દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રિતીકુમાર, પારસ ફાર્માના ગીરીશ પટેલનો પણ સમાવેશ થાય છે. આ તમામની કુલ સંપતિનો સરવાળો 15,700 કરોડ થાય છે.

આશ્ચર્ય રીતે એક વર્ષમાં ગુજરાતના ધનાઢયોની સંપતિમાં 3% થી 52% સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપતિમાં માત્ર 1 જ વર્ષમાં 45,700 કરોડનો વધારો થયો છે, તો પંકજ પટેલની સંપતિમાં 52 ટકાનો અને ટોરન્ટ ફાર્માના સુધીર અને સમીર મહેતાની સંપતિમાં 38 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં 59 ધનાઢયોમાંથી 18 ધનાઢયો ફાર્માસ્યુટીકલ સેકટર સાથે, 11 જવેલરી સેકટર, ફૂડ અને બેવરેજીસ સેકટર સાથે 7 તથા એન્જીનીયરીંગ સેકટર સાથે 4 ધનાઢયો સંકળાયેલા છે.

ભારતનાં ટોપ 10 ધનાઢયોમાં પણ 5 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ટોચના ક્રમે રિલાયન્સના મુકેશ અંબાણી છે. આ સિવાય ગૌતમ અદાણી, અઝીમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવીનો સમાવેશ થાય છે. ટોચના 10 ધનાઢયોની કુલ સંપતિ 17.02 લાખ કરોડ છે. જેમાંથી 63.65 ટકા એટલે કે 10.83 લાખ કરોડની સંપતિ ગુજરાતીઓની છે.

કયાં શહેરમાં કેટલા ધનાઢયો?
*અમદાવાદ- 38
*સુરત- 11
*રાજકોટ- 7
*વડોદરા- 3
*મુંબઈ- 217
*દિલ્હી- 128
*બેંગ્લુર- 67
*હૈદરાબાદ- 51
*ચેન્નાઈ- 37
*કોલકતા- 32
*પુણે- 21

ગુજરાતના ટોપ 10 ધનાઢયો
*ગૌતમ અદાણી-1.40 લાખ કરોડ
*કરસન પટેલ-33,800 કરોડ
*સમીર મહેતા-21,900 કરોડ
*ભદ્રેશ શાહ -11,600 કરોડ
*બિનિશ ચુડગર-10,600 કરોડ
*નિમિષ ચુડગર-10,600 કરોડ
*સંદીપ એન્જીનીયર-9,500 કરોડ
*હસમુખ ચુડગર-6,900 કરોડ

ધનાઢયોની યાદીમાં નવી એન્ટ્રી કરનાર
*દુષ્યંત પટેલ-2300 કરોડ
*ક્રિતીકુમાર મહેતા-2000 કરોડ
*ગિરીશ પટેલ-1400 કરોડ
*અશ્વિન ગોહેલ-1200 કરોડ
*અરવિંદકુમાર સંઘવી-1200 કરોડ
*પિયુષકુમાર દેસાઈ-1100 કરોડ
*પંકજકુમાર દેસાઈ-1100 કરોડ
*રસેશકુમાર દેસાઈ-1100 કરોડ
*વલ્લભ કાકડીયા-1100 કરોડ
*રવજી કાકડીયા-1100 કરોડ


Related News

Loading...
Advertisement