GSTR-9 અને GSTR-9C ભરવાની મુદત 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

30 September 2020 05:10 PM
India
  • GSTR-9 અને GSTR-9C ભરવાની મુદત 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

આજે પૂરી થતી મુદતમાં એક મહિનાનો વધારો

નવી દિલ્હી,તા. 30
સરકારે નાણાકીય વર્ષ 2018-19 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 30 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી લંબાવી છે.

સીબીઆઈસીએ ટવીટર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે આચારસંહિતાના સંદર્ભમાં ચૂંટણી પંચની મંજૂરી લઇ મુદત લંબાવાઈ છે.

અહેવાલો મુજબ ગુજરાતના 80 ટકા કરદાતાઓના રિટર્ન બાકી હતા. આજ સુધીમાં ફાઈલ કરી ન શકે તો તેમને પેનલ્ટી ભરવી પડે તેમ હતી.

સીએ સંગઠને પણ સરકારને આ મામલે રજૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર આ માટે ખાસ કેમ્પેઇન ચલાવાઈ હતી.


Related News

Loading...
Advertisement