6 ડિસેમ્બર 1992: અયોધ્યાનો ઘટનાક્રમ પત્રકારોની નજરે

30 September 2020 05:06 PM
India
  • 6 ડિસેમ્બર 1992: અયોધ્યાનો ઘટનાક્રમ પત્રકારોની નજરે

બાબરી ધ્વંશના 24 કલાક પુર્વે જ માહોલમાં ધુંધવાટ હતો : બીબીસી, સીએનએનના સંવાદદાતાઓથી માંડી સ્થાનિક પત્રકારોની પણ ધોલાઈ: સીબીઆઈ સમક્ષ કેફીયત અને એફઆઈઆર નોંધાવનારામાં તેઓ પણ સામેલ

નવી દિલ્હી તા.30
લખનઉથી વિશેષ સીબીઆઈ અદાલતે આજે અયોધ્યાની બાબરી મસ્જીદ વિધ્વંસ કેસના તમામ આરોપીઓને નિર્ણાયક પુરાવા- સાક્ષીઓના અભાવે છોડી મુકવા હુકમ કર્યો હતો. દેશના રાજકારણને નવો વળાંક આપનારી 6 ડીસેમ્બર 1992ની ઘટના કયાં સંજોગોમાં બની હતી તે જાણવા લોકો આજે પણ એટલો જ ઉત્સુક છે.
એક અહેવાલ મુજબ 6 ડીસેમ્બર 1992 એ અયોધ્યામાં ચારેય તરફ ધૂળ હતી, પણ કોઈ આંધી ફુંકાઈ રહી નહોતી.

જયશ્રીરામ, રામલલા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે, એક ધકકા ઔર દો... જેવા તારા અયોધ્યામાં ગુંજી રહ્યા હતા. કારસેવકો સાથે મોટી સંખ્યામાં લોકો વિવાદીત સ્થળ અંદર ઘૂસી ગઈ હતી અને વિવાદીત ગુંબજ પર તેમણે કબ્જો કરી લીધો હતો. હાથોમાં કુહાડી-ત્રીકમ અને હથોડા-છીણી સાથે તે ગુંબજ પર ઘા કરવા લાગ્યા હતા. કારસેવકો હાથમાં જે કંઈ આવ્યું તેનાથી મસ્જીદ તોડવા લાગ્યા હતા અને જોતજોતામાં એક દિવસનો વર્તમાન ઈતિહાસ બની ગયો હતો.

કેન્દ્રની તત્કાલીન નરસિંહ રાવ સરકાર અને રાજયના એ વખતના મુખ્યપ્રધાન કલ્યાણસિંહ સરકાર જોતી રહી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે કલ્યાણસિંહે સુપ્રીમ કોર્ટને વિશ્ર્વાસ આપ્યો હતો કે તેના આદેશોનું પાલન કરાશે. પરંતુ તે મસ્જીદનો વિધ્વંસ રોકી ન શકયા. આ કારણે તેમને એક દિવસની સજા પણ થઈ હતી.
એ દિવસના ઘટનાક્રમોના અહેવાલ મુજબ લાલકૃષ્ણ અડવાણી કેટલાક લોકો સાથે વિનય કટિયારના ઘરે ગયા હતા. એ પછી તે વિવાદીત સ્થળે રવાના થયા હતા.

પ્રતીકાત્મક કાર સેવા થનાર હતી તે સ્થળે અડવાણી, મુરલી મનોહર જોષી અને વિનય કાટિયાર પહોંચ્યા હતા. ત્યાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. એ પછી અડવાણી અને જોષી રામકથા કુંજ તરફ ગયા હતા. વરિષ્ઠ નેતાઓ માટે મંચ તૈયાર કરાયો હતો તે સ્થળથી આ જગ્યા માત્ર 100 મીટર દૂર હતી. મંચ વિવાદીત મસ્જીદ બરાબર સામે તૈયાર કરાયો હતો. એ વખતે સુરક્ષાદળોને થાપ આપવા ભાજપના યુવા નેતા ઉમા ભારતી માથાના વાળ કપાવી આવ્યા હતા.

સવારે 11.45 કલાકે ફૈઝાબાદના જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ વડાએ બાબરી મસ્જીદ, રામ જન્મભૂમિ પરિસરની મુલાકાત લીધી હતી. એ પછી કાર સેવકોની ભીડ સતત વધી રહી હતી. બપોરે અચાનક એક કારસેવક મુંબઈ સુધી પહોંચવામાં સફળ રહી હતી, એ પછી ભીડ બેકાબુ બની હતી. વિવાદીત ઢાંચો તોડવા રીતસર રીહર્સલ કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં એ દિવસે દેશ-વિદેશના પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સીબીઆઈ સામે સૌથી વધુ જુબાની પત્રકારોએ આપી હતી. તસ્વીરકારોના કેમેરા તોડવામાં અથવા છીનવી લેવામાં આવ્યા હતા અને કેટલાય પત્રકારો સાથે મારઝૂડ થઈ હતી. 30 વર્ષથી અયોધ્યામાં પત્રકાર તરીકે કામ કરનારા રાજેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે મેં 6 ડિસેમ્બર, 1992ના એક દિવસ પહેલાં લખ્યું હતું કે વિવાદાસ્પદ ઢાંચા કા રામ હી માલિક.

અન્ય એક પત્રકાર બી.એન.દાસના વૃતાંત મુજબ એ દિવસે એક મંચ પર અડવાણી, ઉમા ભારતી, સિંધલ જેવા નેતાઓ હાજર હતા. વિશ્વ હિન્દુ પરિષદ કાર્યક્રમને બીજા તબકકાની કારસેવા ગણાવી રહી હતી. તેમનું કહેવું હતું કે આમા માત્ર મંદિર પરિસરની સાફસફાઈ અને પૂજાપાઠ કરીશું, પણ કારસેવકો સંમત નહોતા. કારસેવકોના કહેવા મુજબ તે દૂરથી સાફસફાઈ માટે નહીં તોડી પાડવા આવ્યા હતા.

એ દિવસે બીબીસીના પત્રકાર માર્ક પ્લી પણ ઉપસ્થિત હતા. તેમને રામનામી પહેરાવીને ભીડમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનો જીવ બચ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર ડોકટર ઉપાધ્યાય એ વખતે દૈનિક જાગરણનું અયોધ્યા ડેસ્ક સંભાળી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 32 વર્ષની કારકિર્દીમાં મેં કેટલીય ઘટનાઓનું કવરેજ કર્યું હતું, પણ પત્રકારોને મોટી સંખ્યામાં ઝુડવામાં આવ્યા હોઈ તેવું જોયું નથી.


Related News

Loading...
Advertisement