ગીરના સિંહો મધ્યપ્રદેશ ખસેડવાની માંગનો છેદ ઉડી ગયો: આફ્રિકન એશિયન પ્રજાતિનું જિન્સ સરખું હોવાથી એક વર્ગમાં મુકાયા

30 September 2020 05:04 PM
Ahmedabad Gujarat
  • ગીરના સિંહો મધ્યપ્રદેશ ખસેડવાની માંગનો છેદ ઉડી ગયો: આફ્રિકન એશિયન પ્રજાતિનું જિન્સ સરખું હોવાથી એક વર્ગમાં મુકાયા
  • ગીરના સિંહો મધ્યપ્રદેશ ખસેડવાની માંગનો છેદ ઉડી ગયો: આફ્રિકન એશિયન પ્રજાતિનું જિન્સ સરખું હોવાથી એક વર્ગમાં મુકાયા

મહામારી, જંગલમાં દવથી એશિયાઈ સિંહોનું અસ્તિત્વ ખતમ થશે તેવો તર્ક આપી સુપ્રીમે સ્થળાંતરનો આદેશ કર્યો હતો : એશિયાઈ સિંહો અગાઉ પાન્થેરા લીયો પર્લિકા તરીકે ઓળખાતા; હવે મધ્ય-પશ્ચી મ આફ્રિકાની બિરાદરી સાથે પાન્થેરા લીયો લીયો તરીકે વર્ગીકૃત

અમદાવાદ તા.30
નવા અભ્યાસના પરિણામોમાં સિંહોના સ્થળાંતર માટે જિનેટીક આધાર પડી ભાંગતા ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાની દરખાસ્ત નાબુદ કરવા માંગણી થઈ છે.
ગુજરાતના સિંહો તેમના મધ્ય અને પશ્ર્ચિમ આફ્રિકાની બિરાદરીથી ઝાઝા જુદા નથી. ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઈસીયુએન) એ તાજેતરમાં જિનેટીક સમાનતાના કારણે વર્ગીકરણ દંડ બદલી મધ્ય અને પશ્ર્ચિમ આફ્રિકાના સિંહોને એશિયાઈ સિંહોના વર્ગમાં મુકયા છે.

ગુજરાતના સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્યોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. બોર્ડના સભ્ય ભૂષણ પાંડેયએ આઈયુસીએનના નિર્ણયને ટાંકી ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કુનો-પાલનપુર અભ્યારણ્યમાં ખસેડવાની માંગણી મોકુફ રાખવા રજુઆત કરી છે. પંડયાએ જણાવ્યું હતું કે બીમારી ફરી નીકળે તો સિંહોની આખી જાતિ નાશ પામે એવી દલીલના આધારે સ્થળાંતરની માંગણી થઈ હતી.

પરંતુ તાજેતરની વ્યાખ્યામાં એશિયા અને આફ્રિકાના સિંહો જનીનની દ્દષ્ટિએ સરખા હોવાનું જાહેર થયું છે. પંડયાએ જણાવ્યું હતું કે તેમણે આઈયુસીએનનો રિપોર્ટ સતાવાળાઓના ધ્યાનમાં મુકયો છે. વ્યાખ્યામાં ફેરફારના અભ્યાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી નિષ્ણાંતોની સમીતી રચવા નિર્ણય કર્યો છે. આઈયુસીએનના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય પ્રદેશમાં જોવા મળતાં સિંહો પાન્થેરા લીયો લીયો તરીકે ઓળખવામાં આવ્યા છે.

અગાઉ એશિયાઈ સિંહોને પાન્થેરા લીયો પર્લિકા તરીકે ઓળખવામાં આવતા હતા. વાસ્તવમાં આઈયુસીએનએ ફેલીડે અથવા બિગ કેટ પરિવારની વર્ગીકરણ સંબંધી વિજ્ઞાનની શાખા ટેકસોનોથી સુધારી સિંહોને બે પ્રજાતિમાં મુકયા હતા. એક પાન્થેરા લીયો લીયો અને બીજુ દક્ષિણ અને પુર્વ આફ્રીકાના સિંહોને પાન્થેરા લીયો મેલાનોચૈતા તરીકે ઓળખવામાં આવ્યા છે. અગાઉ પાન્થેરા લીયો પર્લિકા સહિત 11 પ્રજાતિઓ હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે વિશિષ્ટ પેટા-પ્રજાતિ તરીકે અવારનવાર ઉલ્લેખીત એશિયાના સિંહો 20000 વર્ષ દરમિયાન દક્ષિણ પુર્વ એશિયા જઈ પહોંચ્યા હતા. મોગલો 17મી સદીમાં પુર્વ આફ્રિકાના સિંહોને ભારતમાં લાવ્યા એવા તર્કથી પણ આ સમય ઘણો જુનો ગણવામાં આવે છે. એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટે સિંહોનું અસ્તિત્વ મહામારી, જંગલમાં ભીષણ દળ જેવા કારણોથી ખતમ ન થાય એ માટે તેમનું બીજું ઘર હોવું જોઈએ એવી દલીલ સાથે ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવા આદેશ આપ્યો હતો. જો કે સ્થાનિક લોકોના વિરોધના કારણે કોઈ સિંહને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા નથી.


Related News

Loading...
Advertisement