ચડ્ડો પહેરી અંદર આવવું નહીં : બેંક મેનેજરે યુવા ગ્રાહકને પ્રવેશવા ન દીધો

30 September 2020 05:01 PM
Ahmedabad Gujarat
  • ચડ્ડો પહેરી અંદર આવવું નહીં : બેંક મેનેજરે યુવા ગ્રાહકને પ્રવેશવા ન દીધો

સેન્ટ્રલ બેંકમાં બબાલ : નારાજ ગ્રાહકે તરત ખાતું બંધ કરી દીધું

અમદાવાદ,તા. 30 : શર્ટ અને બર્મુડા શોર્ટ (ચડ્ડી) પહેરી રવી પાટિલ આખા અમદાવાદમાં ફર્યા છે, પણ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની જમાલપુર-આસ્ટોડિયા શાખાના મેનેજરની વસ્ત્રોસબંંધી સમજણ દુભાશે એવું તેમણે કલ્પ્યું નહોતું. અને છતાં 23 વર્ષનાં પાટિલ કેશ જમા કરાવવા બેંકમાં ગયા ત્યારે બરાબર આવું જ બન્યું હતું.

બેંક બહાર રેપિડ એન્ટીજેન ટેસ્ટ પસાર કર્યા પછી દાણીલીમડાનો આ નિવાસી બેંકમાં પ્રવેશ્યો હતો, પણ સંત્રીએ તેને અટકાવ્યો હતો. યુવાને તે સંત્રી સામે દલીલ કરી ત્યારે ધમાલથી મેનેજર દરવાજે આવ્યા હતા. તેમણે સંત્રીને ટેકો આપી જણાવ્યું હતું કે ચડ્ડો પહેરીને અંદર આવવું નહીં. આવાં કપડાં પહેરીને અંદર આવવું નહીં.
રવિએ જણાવ્યું હતું કે હું બાઈસિકલ લાઈબ્રેરિયન છું. હું પુસ્તકોનું દાન સ્વીકારી વાંચવા માગતા લોકોને મફત આપું છું.

લોકો મારી વેબસાઈટ-એપ વાંચી પુસ્તકોનો ઓર્ડર આપે છે, અને હું તેમને સાઈકલ પર પહોંચાડુ છું. બેંક ખાતે બનેલી ઘટના બાબતે તેમણે જણાવ્યું હતું કે મેં ચડ્ડી પહેરી હોવાથી ગાર્ડે મને અટકાવ્યો હતો. મેં જ્યારે તેને અંદર જવા સમજાવવા પ્રયાસ કયો4 ત્યારે પ્રવેશદ્વાર નજીક બેઠેલા મેનેજરે મારો માર્ગ અટકાવી પ્રવેશવા ન દીધો. મેં તેમને પણ સમજાવવા પ્રયાસ કર્યો હતો, પણ તેમણે મને અંદર આવવા ન દીધો.

રવિના વસ્ત્રો સામે કર્મચારીઓએ વાંધો ઉઠાવ્યો હોય તેવું પહેલીવાર બન્યું નહોતું. મનોવજ્ઞિાનમાં સ્નાતકની પદવી ધરાવનારા પાટિલે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ તેમણે મારા વસ્ત્રો વિષે માથાકૂટ કરી હતી. રવિએ હવે આ બેંકનું ખાતું બંધ કરવા નિર્ણય કર્યો હતો. મામલો શાંત પાડવાના બદલે મેનેજરે ખાતુ બંધ કરવાનું ફોર્મ થમાવી દીધું હતું અને યવાને દરવાજે ભા રહી ફરી દઇ ગાર્ડને આપ્યું હતું.

બ્રાંચ મેનેજર અનુભાઈ ખત્રીએ આ બનાવ વિષે કોઇ ખેદ વ્યક્ત કર્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે બેંકમાં આવનારી વ્યક્તિએ ડેકોરમ જાળવવું જરુરી છે.


Related News

Loading...
Advertisement