બાબરી મસ્જિદ મામલે સીબીઆઇ કોર્ટના ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

30 September 2020 04:57 PM
Ahmedabad Gujarat India
  • બાબરી મસ્જિદ મામલે સીબીઆઇ કોર્ટના ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અંતે સત્યનો વિજય થયો જ - મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર તા.30
આજે સીબીઆઇની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા આરોપો મૂકીને સંતો-મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ સામેલ કર્યા હતા. આ તમામ લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સીબીઆઇની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે. સમગ્ર દેશની ધર્મ અને રાષ્ટ્રપ્રેમી જનતા એ આ ચુકાદાને આવકારે છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે. કોર્ટે આ કેસમાં સામેલ હતા જ નહીં તેવા સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કર્યા છે. જે ચુકાદાને ગુજરાત સહિત દેશની જનતાએ આવકાર્યો છે.


Related News

Loading...
Advertisement