આ ફેસલાએ મારી અંગત અને ભાજપની રામ જન્મભૂમિ ચળવળની ભાવનાને સાચી સાબિત કરી: અડવાણી

30 September 2020 04:56 PM
India
  • આ ફેસલાએ મારી અંગત અને ભાજપની રામ જન્મભૂમિ ચળવળની ભાવનાને સાચી સાબિત કરી: અડવાણી

જયશ્રી રામના નારા સાથે વરિષ્ઠ નેતાની પ્રતિક્રિયા : દેશની અસ્મિતા સાથે જોડાયેલુ હતુ રામ મંદિર આંદોલન : આ અવસરે હું એટલુ કહીશ-જય સીયારામ: મુરલી મનોહર જોશી

નવી દિલ્હી તા.30
બાબરી મસ્જીદ ધ્વંશ મામલામાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટનાં ફેસલાનું ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સ્વાગત કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા દિવસો બાદ તેમને ખુશીનાં સમાચાર મળ્યા છે. તેમરે જયશ્રીરામનાં નારા પણ લગાવ્યા હતા. અડવાણીએ પોતાના વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે સ્પેશ્યલ કોર્ટે જે નિર્ણય કર્યો છે તે ઘણો મહત્વપૂર્ણ છે.

આ ફેસલાએ મારા અને ભાજપના રામ જન્મભૂમિ મુવમેન્ટની ભાવનાને પણ સાચી સાબિત કરી છે. હું આ ફેસલાનું દિલના ઉંડાણથી સ્વાગત કરૂ છું. અડવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ખુબ જ સાચો છે ફેસલો, બાબર આમ તો લુંટ કરવા આવ્યો હતો. જતા જતા અમારા પ્રભુ ભગવાન રામનું ઘર તોડયુ હતું અને તેની ઉપર મસ્જીદનું રૂપ આવ્યું હતું. અડવાણીની સાથે આ કેસના અન્ય આરોપી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે વિદ્વાન ન્યાયાધીશનો આજે ઐતિહાસીક ફેંસલો સંભળાવ્યો છે.

હું એ તમામ વકીલોનો આભારી છું. જેમણે પ્રારંભીક દિવસોથી જ સુપ્રિમ કોર્ટે સુધી ખરા તથ્યો કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે રામ મંદિરનું આંદોલન દેશના એક મહત્વના આંદોલન તરીકે બહાર આવ્યું હતું. તેનો ઉદેશ દેશમાં એક પોતાની અસ્મિતાને અને દેશની મર્યાદાને બહાર લાવવાનો હતો અને તે આજે પુરી થવા જઈ રહી છે. રામમંદિરનુ પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ અવસર પર હું તો એટલુ જ કહીશ કે જય જય સિયારામ, સબ કો સન્મતિ દે ભગવાન.


Related News

Loading...
Advertisement