સુશાંત આપઘાત કેસમાં રિયાને સાવ ‘મામૂલી કનેકશન’ : નવો ધડાકો

30 September 2020 04:10 PM
Entertainment India
  • સુશાંત આપઘાત કેસમાં રિયાને સાવ ‘મામૂલી કનેકશન’ : નવો ધડાકો

બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દરમિયાન એએસજી અનિલસિંહ : 7 કલાકની સુનાવણી પછી ન્યાયધીશે ચુકાદો રાખ્યો સુરક્ષિત

મુંબઈ,તા. 30
બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી પૂરી થઇ ગઇ છે. અદાલતે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. રિયાની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા 20 દિવસથી જેલમાં બંધ છે.

રિયાની સાથે તેનો ભાઈ શૌવિક પણ જેલમાં બંધ છે. બોમ્બે હાઈકોર્ટમાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, રિયા, તેનો ભાઈ શૌવિક તથા સુશાંતના બે કર્મચારીઓની સુશાંતનાં મોત સાથે કંઇ ખાસ લેવા દેવા નથી.

આ બાબત એજન્સી વતી હાજર રહેલાં એડીશનલ સોલીસીટર જનરલ (એએસજી) અનિલ સિંહે ઉપરોક્ત ચારેયની જામીન અરજીની સુનવણી દરમિયાન કહી હતી. સુનવણી 7 કલાક સુધી ચાલી હતી. બાદમાં ન્યાયધીશ સારંગ કટિવાલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

ચારેય આરોપીઓ વતી દલીલ કરી રહેલાં એડવોકેટ તારક સઇદ, સતીષ માનશિંદે, સુબોધ દેસાઈ અને રાજેન્દ્ર રાઠોડે દલીલ કરી હતી. સુનવણી દરમિયાન માનશિંદેએ જણાવ્યું હતું કે રિયા પાસેથી ડ્રગ મળ્યું ન હતું, તેથી રિયાની ધરપકડ કરવાની જરુર જ ન હતી. તેને જામીન પર મુક્ત કરવી જોઇએ.


Related News

Loading...
Advertisement