બોલીવુડ ડ્રગ કેસની તપાસ કરી રહેલા NCBનાં 25 અધિકારીઓને કોરોના

30 September 2020 03:50 PM
Entertainment India
  • બોલીવુડ ડ્રગ કેસની તપાસ કરી રહેલા NCBનાં 25 અધિકારીઓને કોરોના

અમદાવાદ, ગોવા, ઈન્દોર, ચેન્નાઈની એનસીબી યુનિટનાં 15 અધિકારીઓને તાબડતોબ બોલાવાયા

મુંબઈ તા.30
બોલીવુડ ડ્રગ કેસની તપાસ કરી રહેલી મુંબઈ એનસીબીનાં 25 અધિકારીઓ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. 25માંથી 20 અધિકારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કેસની તપાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે અમદાવાદ, બેંગ્લુરુ, ઈન્દોરથી એનસીબી અધિકારીઓને અહી બોલાવવામાં આવ્યા છે તો એક એનસીબી અધિકારી કેસની વિગત લીક કરતો હોવાને કારણે તેને તપાસમાંથી દૂર કરવામાં આવ્યો છે.

આ અંગે એનસીબી અધિકારીએ જણાવ્યું હતું કે, ‘એનસીબી ટીમનાં અમુક અધિકારીઓમાં સિમ્પટમ્સ દેખાતા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 25 અધિકારીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાંથી 20ને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યાહતા. જયારે પાંચને સેવન હિલ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ, ગોવા, ઈન્દોર, બેંગ્લુરુ અને ચેન્નાઈના એનસીબી યુનિટમાંથી 15 અધિકારીઓને કેસની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.’

16 સપ્ટેમ્બરના રોજ સુશાંતની પુર્વ મેનેજર શ્રુતિ મોદીની ડ્રગ કેસમાં પુછપરછ ચાલી રહી હતી, દરમિયાન એસઆઈટી (સ્પેશ્યલ, ઈન્વેસ્ટીગેશન ટીમ)નાં એક સભ્યનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેને પરત મોકલી દેવામાં આવી હતી.

આ સમયે આ કેસ સાથે સંકળાયેલ એનસીબીના ઈન્ટેલીજન્સ ઓફીસર એક પત્રકારને કેસની માહિતી આપતો હોવાનું ખુલતા તેમને કેસની તપાસમાંથી હટાવી લેવામાં આવ્યા છે.

‘રિયાએ આપેલા નિવેદનની માહિતી એક ન્યુઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે પછી તમામ ટીમ મેમ્બરના મોબાઈલ રેકોર્ડ ચકાસવામાં આવતાં આ વાત સામે આવી હતી. આ અંગે અમે રિપોર્ટ તૈયાર કર્યો છે અને દિલ્હી હેડ કવાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઓફીસર સામે ખાતાકીય પુછપરછ કરવામાં આવે તેવી શકયતા છે.’ તેવું અધિકારીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement