કોરોનાનો માર: ડિઝની થીમ પાર્ક 28000 કર્મચારીઓની છટણી કરશે

30 September 2020 12:06 PM
Entertainment India
  • કોરોનાનો માર: ડિઝની થીમ પાર્ક 28000 કર્મચારીઓની છટણી કરશે

વોશિંગ્ટન તા.30
કોરોના મહામારીના કારણે વિશ્ર્વભરમાં બેરોજગારીના કિસ્સા વધી રહ્યા છે. હવે મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની ડિઝનીએ પોતાના થીમ પાર્કમાં કાર્યરત 28 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મંગળવારના આ જાહેરાત કરતા કહ્યું કે કોરોના મહામારીની લાંબા સમય સુધીની અસરને જોતા અમેરિકાના મોટાભાગના થીમ પાર્કોમાં કાર્યરત કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

ડિઝની પાર્કના ચેરમેન જોશ ડી અમારોએ આ અંગે જણાવ્યું કે આ નિર્ણય ખૂબ દુ:ખદાયી છે, પરંતુ કોવિડ 19ના કારણે ખરાબ રીતે તે પ્રભાવિત થયેલ કારોબારની સાથે જ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના કારણે ઓછામાં ઓછા કર્મચારી સાથે કામ કરાવુ પડે છે.

કંપનીએ કહ્યું કે આ થીમ પાર્ક પોતાના અંદાજે 28000 કર્મચારીઓ અથવા અંદાજે ચોથા ભાગના કર્મચારીઓની છટણી કરાશે. માત્ર કેલિફોર્નિયા અને ફલોરીડામાં ડિઝનીના થીમ પાર્કોમાં મહામારી પહેલા સુધી અંદાજે 1,10,000 કર્મીઓ કામ કરતા હતા. હવે નવી નીતિ અંતર્ગત છટણીની જાહેરાત બાદ કર્મચારીઓની સંખ્યા 82 હજારની આસપાસ થઈ ગયેલ છે.

ડી અમારોએ એક નિવેદનમાં જણાવ્યું કે કેલિફોર્નિયામાં હાલ પ્રતિબંધ હટાવાની આશા જોવા નથી મળી રહી કે જેનાથી ડિઝનીલેન્ડ ફરી ખુલી શકે. આથી છટણીનો નિર્ણય લેવો પડયો છે. જુલાઈના મધ્યમાં ફલોરિડામાં વોલ્ટ ડિઝની વર્લ્ડ આંશીકરૂપે ફરી ખોલવામાં આવ્યું હતું.

આ દરમ્યાન કોરોના વાયરસના કારણે ઓછા પર્યટકો આવ્યા હતા. ડિઝની હવે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી યુનિયનોની સાથે વાતચીત કરવાનું પણ શરૂ કરશે. જોન્સ હોપકીન્સ યુનિવર્સિટી અનુસાર અમેરિકામાં કોરોનાના અત્યાર સુધી 7180411 કેસ સામે આવ્યા છે અને 2,05,774 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકા મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.


Related News

Loading...
Advertisement