હાથરસ ગેંગરેપ : રેપિસ્ટને જાહેરમાં ગોળી મારો : કંગનાનો આક્રોશ

30 September 2020 11:20 AM
Entertainment India
  • હાથરસ  ગેંગરેપ : રેપિસ્ટને જાહેરમાં ગોળી મારો : કંગનાનો આક્રોશ

હાથરસ સામૂહિક દુષ્કર્મ-હત્યાના કેસમાં બોલીવૂડમાં આક્રોશ: એવી સજા હોવી જોઇએ કે રેપિસ્ટ ડરીને ધ્રૂજી જાય : અક્ષયકુમાર

મુંબઇ : ઉતરપ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને ક્રુરતાથી મોતના કિસ્સામાં બોલીવુડમાં પણ આક્રોશ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયા પર એકટ્રેસ કંગના રાણાવતથી લઇને અક્ષયકુમાર સહિતના કલાકારોએ અપરાધીઓને એવી કડક સજા આપવાની માંગ કરી છે કે આવું કૃત્ય કરતા પહેલા કરનાર કાંપી જાય.

અક્ષયકુમારે ટ્વીટમાં લખ્યું છે - હાથરસમાં ગેંગ રેપ કેસમાં આટલી બર્બરતા ? આ બધું કયારે બંધ થશે ? આપણા કાયદા અને તેને લાગુ કરવાની પ્રક્રિયા એટલી તો કડક હોવી જોઇએ કે તેની સજાના બારામાં વિચારીને રેપીસ્ટ ડરીને ધ્રુજી જાય.

એકટ્રેસ કંગના રાણાવતે ટ્વીટમાં લખ્યું હતું કે રેપિસ્ટને સૌની સામે ગોળી મારી દો. અભિનેત્રી રીચા ચઢ્ઢાએ લખ્યું કે, હાથરસ પીડિતાને ન્યાય મળે, દોષીઓને સજા આપો.


Related News

Loading...
Advertisement