ડ્રગ કેસ: ‘માલ’ની ચેટ કરનારી દીપિકા, કરિશ્મા તથા સારા, શ્રધ્ધાને ક્લીન ચીટની શકયતા

30 September 2020 11:15 AM
Entertainment India
  • ડ્રગ કેસ: ‘માલ’ની ચેટ કરનારી દીપિકા, કરિશ્મા તથા સારા, શ્રધ્ધાને ક્લીન ચીટની શકયતા

એનસીબી એકટર્સના જવાબથી સંતુષ્ટ

મુંબઈ તા.30
નાર્કોટીક કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ દીપિકા પદુકોણે, સારા અલી ખાન અને શ્રદ્ધાકપુર તથા પદુકોણની મેનેજર કરીશ્મા પ્રકાશને લગભગ કિલનચીટ આપી દીધી છે.

ગત શનિવારે પુછપરછ દરમિયાન પદુકોણે અને પ્રકાશે એનસીબીના અધિકારીઓને જણાવ્યું હતું કે, 2017થી વોટસએપ ચેટમાં તેમણે જુદી જુદી જાતની સિગરેટસ માટે ‘માલ’, ‘હેશ’ અને ‘ડૂબ’ જેવા શબ્દોનો કોડનેમ તરીકે ઉપયોગ કર્યો છે.

બન્નેએ જણાવ્યું હતું કે, તેમણે નબળી કવોલિટીની સિગરેટને માલ, પાતળી અને સારી કવોલિટીની સિગરેટને હેશ અને વીડ તથા કવોલિટીવાળી જાડી સિગરેટને ડૂબ તરીકે વર્ણવી હતી. બન્નેએ કોડનેમને સમર્થન આપતા અને સંતુષ્ટ થયા હતા, એવું અધિકારીઓએ જણાવ્યું હતું.

વોટસએપ 2017ની ચેટમાં બન્નેએ જાણે ડ્રગની ચર્ચા કરતી હોઈ તેમ આવા કોડ વાપર્યાની શંકાના આધારે એનસીબીએ બેલડીની પુછપરછ કરી હતી.

દરમિયાન સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ અને ડ્રગ કેસમાં પોતાનું નામ સાંકળી વિપરીત રિપોર્ટીંગ પર રોક લગાવવા એકટર રાકુલ પ્રીતસિંહની રજુઆત મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર તેમજ અન્ય સતાવાળાઓનો જવાબ માંગ્યો છે.


Related News

Loading...
Advertisement