ધારાસભા પેટાચૂંટણીમાં 3 નવેમ્બરે મતદાન: 10ના પરિણામ

29 September 2020 04:24 PM
Gujarat India Politics
  • ધારાસભા પેટાચૂંટણીમાં 3 નવેમ્બરે મતદાન: 10ના પરિણામ

ગુજરાત સહિત દેશના 10 રાજયોની 56 ધારાસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર: તા.9 ઓકટોબરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ : રાજયમાં ભાજપના પ્રદેશ પ્રમુખ માટે કોંગ્રેસી મૂળનાં ઉમેદવારોની ચૂંટાવી દેવાનો પડકાર: મધ્યપ્રદેશમાં 28 બેઠકોનાં પરિણામો, શિવરાજ સરકારની બહુમતિ અને જયોતિરાદિત્યની લોકપ્રિયતા નકકી કરશે: યુપીમાં 7 બેઠકો માટે યોગીની કસોટી

નવી દિલ્હી તા.29
બિહારની ધારાસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકી દીધા બાદ ચૂંટક્ષી પંચે આજે ગુજરાતની આઠ સહીત મધ્યપ્રદેશ ઓડીસા, ઉતર પ્રદેશ સહીત દેશનાં 10 રાજયોની 53 ધારાસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ તા.3 નવેમ્બરે આ તમામ બેઠકો પર મતદાન થશે અને બિહારની સાથે જ તા.10 નવેમ્બરનાં રોજ પરીણામ જાહેર થશે.

ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામાથી ખાલી થતી આઠ બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કરજણ અને કપરાડાની બેઠકો પર તા.9 ઓકટોબરથી ઉમેદવારી નોંધાવાનું શરૂ થશે અને તા.16 સુધી ઉમેદવારી કરી શકાશે.

તા.17 ના રોજ ચકાસણી તા.19 ઓકટોબર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને ત્યારબાદ બિહારની જેમ જ ડીજીટલ પ્રચાર શરૂ થશે તા.1 નવેમ્બરના પ્રચાર પડઘમ શાંત થશે અને તા.3 નવેમ્બરનાં રોજ મતદાન અને તા.10 નવેમ્બરમાં પરીણામ જાહેર થશે.

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી,આર.પાટીલના નેતૃત્વની આ પ્રથમ ચૂંટણી છે અને તેથી તેમની પ્રતિષ્ઠા પર લાગી જશે. તમામ આઠ બેઠકો 2017 માં કોંગ્રેસ પક્ષે જીતી હતી પણ રાજયસભામાં ભાજપને ત્રીજી બેઠક જીતવા માટે કોંગ્રેસનાં મતો ઘટે અને એકંદરે ઓછા મતે ઉમેદવાર વિનીંગ ટે્રક પાર પાડી શકે તેથી આ આઠ ધારાસભ્યોનાં રાજીનામાં લેવરાવ્યા હતા.

જેમાં પાંચ ધારાસભ્યોને ભાજપ રીપીટ કરશે અને ત્રણ બેઠકો પર ભાજપના નેતાઓને લડાવાશે. મધ્ય પ્રદેશમાં 28 બેઠકોની પેટા ચૂંટણી છે જે વર્તમાન શિવરાજ ચૌહાણ સરકારની બહુમતી માટે ભાજપે 15 બેઠકો જીતવી જરૂરી છે.ઉપરાંત સામુહીક પક્ષાંતર કરાવનાર કોંગ્રેસના પૂર્વ નેતા જયોતિરાદિત્યની પ્રતિષ્ઠા દાવ પર છે.

જેથી અહી પણ જંગ કાટાની ટકકર બનશે તો ઉતર પ્રદેશમાં 7 ધારાસભા બેઠકોની પેટા ચૂંટણી જીતી મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ તેમનું સ્થાન મજબુત કરશે. બિહાર સાથે જ આ પરીણામે જાહેર થશે હાલના કોરોના લોકડાઉન બેરોજગારી-ખેડુતોનાં આંદોલન જેવા મુદાઓ આ ચૂંટણીમાં છવાશે.

ગુજરાતનો પેટા ચૂંટણી કાર્યક્રમ
*9 ઓકટોબરે જાહેરનામુ
*16 ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે
*19 ઓકટોબર સુધીમાં પાછા ખેંચી શકાશે
*3 નવેમ્બરે મતદાન
*10 નવેમ્બરે પરિણામ

લીંબડી, મોરબી, અબડાસા, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકોની પેટાચૂંટણી યોજાશે.


Related News

Loading...
Advertisement