સનદી સેવાઓની પ્રિલીમીનરી મોકુફ રાખી શકાય તેમ નથી: યુપીએસસી

28 September 2020 06:39 PM
India
  • સનદી સેવાઓની પ્રિલીમીનરી મોકુફ રાખી શકાય તેમ નથી: યુપીએસસી

અરજીની સુનાવણી 30મી સુધી મોકુફ રાખતી સુપ્રીમ

નવી દિલ્હી તા.28
યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (યુપીએસસી) એ આજે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે સનદી સેવાથી 4 ઓકટોબરની પ્રીલીમીનરી પરીક્ષાઓ હવે મોકુફ રાખી શકાય તેમ નથી. સર્વોચ્ચ અદાલત હવે આ અરજીની સુનાવણી 30 સપ્ટેમ્બરે કરશે. અદાલતે યુપીએસસીને કાલ સુધીમાં સીએસઈ એકઝામ મોકુફ નહીં રાખવાના કારણે દર્શાવતું સોગંદનામુ કરવા જણાવ્યું છે.
કોવિડ 19ની સ્થિતિના કારણે સીએઈ પ્રોલિમ્સ મોકુફ રાખવા સંબંધી અરજીની કોર્ટ સુનાવણી કરી રહી છે. અરજદારોએ દલીલ કરી હતી કે સાત કલાકની ઓફલાઈન પરીક્ષામાં 6 લાખ આકાંક્ષુઓ 72 ટેસ્ટ સેન્ટર ખાતે બેસવાના છે. સનદી સેવાઓથી પરીક્ષાઓ શૈક્ષણિક પરીક્ષાઓ કરતાં જુદી છે. એ મુલત્વી રખાય તો શૈક્ષણિક સત્રમાં વિલંબ થવાનો કોઈ સવાલ નથી.


Related News

Loading...
Advertisement