આગોતરી સાવધાની: ગુજરાતમાં ભાજપ ખાટલા બેઠક યોજી ખેડુતોને કૃષિ બિલ સમજાવશે

28 September 2020 06:38 PM
Rajkot
  • આગોતરી સાવધાની: ગુજરાતમાં ભાજપ ખાટલા બેઠક યોજી ખેડુતોને કૃષિ બિલ સમજાવશે

દેશમાં પ્રસરી રહેલા ખેડુત આંદાલનની આગ ગુજરાતમાં ન પહોંચે તે જોવા તૈયારી

રાજકોટ: દેશભરમાં કૃષિ-ખરડાના વિરોધમાં ચાલી રહેલા દેખાવો તથા આંદોલનની આગ ગુજરાતમાં ન પ્રસરે તે જોવા ભાજપે વળતો વ્યુહ તૈયાર કર્યો છે અને તા.2થી11 ઓકટોબર વચ્ચે પક્ષ દ્વારા ગામડે ગામડે મંત્રીઓ તથા પક્ષના અગ્રણીઓને મોકલીને ખાટલા બેઠક યોજશે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સાંસદોનો એક કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે અને એકાદ-બે દિવસમાં આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે. દેશમાં સતત ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હજુ ગુજરાતમાં શાંતિ છે. કોંગ્રેસ પક્ષે આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા અને અટકાયત વહોરી લીધી હતી. પરંતુ હજું ગુજરાતમાં માર્ગ પર ખેડુતો ઉતર્યા નથી.
ગુજરાત તરફથી ઉંઝા સહિતના માર્કેટ યાર્ડ એક દિવસ બંધ રહ્યા હતા પરંતુ વ્યાપક અસર નથી તેથી ભાજપને હાલ તાત્કાલીક ચિંતા નથી પણ પક્ષ ખાટલા બેઠક યોજીને આગોતરી સાવચેતી રાખી રહી છે.


Related News

Loading...
Advertisement