જીલ્લા પંચાયતમાં સામાન્ય સભા પૂર્વે મીની-મિટિંગ: પ્રશ્ન પુછનારા સભ્યોના સવાલોનું નિરાકરણ

28 September 2020 06:37 PM
Rajkot
  • જીલ્લા પંચાયતમાં સામાન્ય સભા પૂર્વે મીની-મિટિંગ: પ્રશ્ન પુછનારા સભ્યોના સવાલોનું નિરાકરણ

બુધવારે વર્તમાન ટર્મની અંતિમ બેઠકમાં હવે કદાચ પ્રશ્ર્નોતરી રદ થશે : 32 બાંધકામ કોન્ટ્રાકટરોને છ માસથી 1.70 કરોડ ચુકવાતા ન હોવાનો મુદ્દો ગાજયો

રાજકોટ તા.28
રાજકોટ જીલ્લા પંચાયતની બુધવારે યોજાનારી સામાન્ય સભા પૂર્વે આજે જ મીની-મીટીંગ રાખીને સભ્યોના પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું. એટલે કદાચ બુધવારની બેઠકમાં પ્રશ્ન કલાક રદ કરી નાખવામાં આવે તેમ મનાય છે. નવી ચૂંટણી પૂર્વે જીલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા 30મીએ મળવાની છે. અંતિમ મીટીંગ શાંતિપુર્ણ રહે અને તડાફડી ન થાય તે માટે શાસકોએ નવી પહેલ કરી હતી. 18 જેટલા પ્રશ્નો પૂછનારા સભ્યોની સમસ્યાઓનું સમાધાન થઈ જાય તે માટે આગોતરી બેઠક રાખી હતી. આજે સવારે સભ્યો ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી તથા તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યો હતા. એકાદ કલાક ચાલેલી બેઠકમાં સભ્યોને સંતોષકારક જવાબ આપી દેવાયા હતા. સીનીયર સભ્ય અર્જુન ખાટરીયાએ કહ્યું કે એકમાત્ર વજીબેન સાકરીયા હાજર ન હતા બાકીના સભ્યોનાં જવાબ મળી ગયા છે. વજીબેન સામાન્ય સભામાં પ્રશ્ર્નનો આગ્રહ ન રાખે તો પ્રશ્નોતરી હાથ પર નહિં લેવાય. આજે બેઠકમાં ઉઠેલા મુખ્ય મુદાઓમાં પરસોતમ લુણાગરીયાનો બાંધકામ કોન્ટ્રાકટરોનાં બાકી નાણાનો હતો. 32 કામમાં કોન્ટ્રાકટરોના 1.70 કરોડ છ મહિનાથી બાકી છે સરકાર ગ્રાંટ આપતી ન હોવાથી નાણ ચુકવાતા નથી. આ સિવાય જીલ્લા પંચાયત સંકુલમાં સિમેન્ટ રોડના કામનો મુદો ઉઠયો હતો.વિકાસ કમી.એ સ્વભંડોળની ગ્રાંટમાંથી સીમેન્ટ રોડની મનાઈ ફરમાવી છે. તો આ કામ કેવી રીતે શકય બને? રાજકોટ જીલ્લામાં કોરોનાની સ્થિતિનો પણ મુદ્દો ઉપસ્થિત થયો હતો.જીલ્લાનાં અત્યાર સુધી 1006 તથા 15 લોકોના મોત હોવાનું જણાવાયું હતું.મહામારીને કાબુમાં લેવા માટે સરકાર શકય તમામ પગલા લેતી હોવાનું જણાવાયુ હતું. મહત્વની બાબત એ છે કે કોરોનાના સૌથી વધુ 256 કેસ રાજકોટ તાલુકામાં જ નોંધાયા છે. બીજા ક્રમે ગોંડલ તાલુકામાં 120 કેસ થયા છે.

કારોબારી ચેરમેન સામેના કેસમાં 7મી ઓકટોબરની મુદત પડી
જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કે.પી.પાદરીયાને ભ્રષ્ટાચાર મુદ્દે ગેરલાયક ઠરાવવા વિશે વિકાસ કમી.ની નોટીસ બાદ કાનુની જંગ ચાલી રહ્યો છે વિકાસ કમીશ્નર સમક્ષ આજે મુદત હતી. સુનાવણી દરમ્યાન ચેરમેન પાદરીયાએ વકીલ મારફત 15 પાનાનો જવાબ પેશ કર્યો હતો. વિવિધ અદાલતી ચુકાદાઓને ટાંકીને ગેરલાયક ઠરાવવાની નોટીસને ગેરકાયદે ગણાવી હતી. જેને પગલે સમગ્ર કેસમાં 7 મી ઓકટોબરની મુદત પડી હતી. હવે 7 મી ઓકટોબરે આ કેસની સુનાવણી થશે.


Related News

Loading...
Advertisement