વ્યાજદર મામલે રિઝર્વ બેંક ગોટે ચડી: નાણાકીય નીતિની બેઠક અચાનક મોકુફ

28 September 2020 06:34 PM
India
  • વ્યાજદર મામલે રિઝર્વ બેંક ગોટે ચડી: નાણાકીય નીતિની બેઠક અચાનક મોકુફ

29 સપ્ટેમ્બરે મળનારી એમપીસીસીની બેઠકની નવી તારીખો હવે જાહેર થશે

મુંબઈ તા.28
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આજે જણાવ્યું હતું કે મોનેટરી નીતિ કમીટી (એમપીસી)ની મંગળવારે મળનારી બેઠકના સમયપત્રકમાં ફેરફાર કરાઈ રહ્યો છે, અને નવી તારીખ ટુંકમાં જાહેર કરાશે.
મધ્યસ્થ બેંકે, જો કે આ માટે કોઈ કારણ આપ્યું નથી. બેંકે અગાઉ નાણા નીતિ સમીતીની બેઠક 29,30 સપ્ટેમ્બર અને 1 ઓકટોબર યોજવા જાહેરાત કરી હતી. એનાલીસ્ટોના મતે એમપીસી આવનારી બેઠકમાં રેપોરેટ યથાવત રાખવા નિર્ણય કરે તેવી શકયતા છે. ઓગષ્ટની બેઠકમાં બેંકે રેપોરેટ 4% એ યથાવત રાખ્યો હતો.


Related News

Loading...
Advertisement