રૂપાણી સરકારમાં અમારો વારો ક્યારે ? બારોબાર અપાતી કેબિનેટ રેન્ક સામે રોષ

28 September 2020 06:31 PM
Ahmedabad Gujarat
  • રૂપાણી સરકારમાં અમારો વારો ક્યારે ? બારોબાર અપાતી કેબિનેટ રેન્ક સામે રોષ

2017ની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળમાં એકપણ ફેરફાર ભાજપલક્ષી થયા નથી અને ફક્ત કોંગ્રેસમાંથી આવેલા ત્રણ નેતાઓ કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને કેબીનેટમાં સમાવાયા છે. રસપ્રદ બાબત એ છે કે કુંવરજી અને જવાહર ચાવડાને તો કેબીનેટ મંત્રાલય મળી ગયું છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાચવવા માટે જામનગર જેવા શહેરમાંથી બે-બે ધારાસભ્યોને મંત્રી બનાવાયા પડ્યા છે. ભાજપના નેતાઓ માટે આ પ્રશ્ર્ન છે કે રુપાણી સરકારની કેબીનેટ જોવો તો તેમાં કોંગ્રેસના ચહેરા વધુ દેખાવા લાગ્યા છે. બીજી તરફ સરકારના ટ્રબલ શૂટર જેવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા લગભગ એક દસકાથી રાજ્ય કક્ષાના જ મંત્રી છે અને દરેક વખતે તેમને કેબીનેટ રેન્ક અપાશે તેવી ચર્ચા છતાં કોઇ ફેરફાર નથી. માનવામાં આવે છે કે છેક અમિત શાહ સુધી વિશ્ર્વાસ ધરાવતા આ નેતાને ક્યારે ન્યાય મળશે તે પણ ચર્ચા ભાજપમાં છે. હાલમાં જ જામનગર જિલ્લામાં જે વિવાદ સર્જાયો તેના કારણે ભાજપના જે મંત્રીઓ સાહસ નથી કરી શકતા તે સાહસ કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ કરે છે તેવી ચર્ચા પણ છે અને મંત્રાલયમાં કોંગ્રેસ કલ્ચર વ્યાપી રહ્યું હોય તેવી પણ ટીકા થાય છે અને હજુકોંગ્રેસના આઠ પૂર્વ ધારાસભ્યો ભાજપની ટીકીટ પર ચૂંટાવા જઇ રહ્યા છે તો તેમને કેવા-કેવા હોદા મળશે તેની પણ ચર્ચા છે.


Related News

Loading...
Advertisement