અમદાવાદમાં ફૂંફાડો, 65 દિવસો પછી એક દિવસના સૌથી વધુ કેસ: રાજયમાં 73 દિવસ બાદ સૌથી ઓછા મોત

28 September 2020 06:26 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં ફૂંફાડો, 65 દિવસો પછી એક દિવસના સૌથી વધુ કેસ: રાજયમાં 73 દિવસ બાદ સૌથી ઓછા મોત

અમદાવાદ તા.28
ગુજરાતમાં કોરોનાના નવા દૈનિક કેસોની સંખ્યા કેટલાંક દિવસોથી 1400થી વધુ થવા લાગી છે. અગાઉ ભયંકર સ્થિતિમાં હોટસ્પોટ બનેલા અમદાવાદમાં બે મહિના કરતા વધુ સમય પછી કોરોનાએ ફુંફાડો માર્યો હોય તેમ છેલ્લા 65 દિવસના સૌથી વધુ કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજયમાં 73 દિવસના સૌથી ઓછા કેસ હતા.
ગુજરાતમાં રવિવાર 1411 કેસ નોંધાવા સાથે કુલ સંખ્યા 1.33 લાખ થઈ હતી. નવા કેસોમાં સુરતમાં 269, અમદાવાદમાં 197, રાજકોટમાં 171, વડોદરામાં 133 તથા જામનગરમાં 99 કેસ નોંધાયા હતા. અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી 23 જુલાઈ પછી સૌથી વધુ કેસ છે. આ દિવસે 220 કેસ હતા અને ત્યારપછી નવા કેસની સંખ્યા સતત ઘટતી રહી હતી. આવા સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં સરેરાશ 154 કેસ નોંધાતા હતા. કોરોનાએ ફરી ફુંફાડો મારતા આરોગ્યતંત્ર સાવધ બન્યું છે.
બીજી તરફ ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક 3419 થયો છે. ગઈકાલે 10 દર્દી મોતને ભેટયા હતા. 73 દિવસ પછી સૌથી ઓછો દૈનિક મૃત્યુઆંક છે. છેલ્લે 16 જુલાઈએ 10 મોત નોંધાયા હતા. 18 ઓગષ્ટે 20 મોત નોંધાયા હતા. ત્યારપછી દૈનિક મોત 20થી ઓછા જ રહેતા હતા.
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1231 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં 1.13 લાખ દર્દી ડીસ્ચાર્જ થયા છે. એકટીવ કેસોની સંખ્યા 16660 છે. રિકવરી રેટ 84.9 ટકા તથા મૃત્યુદર 2.6 ટકા છે. ચોવીસ કલાક દરમ્યાન 60357 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement