જે.પી.નડ્ડાની રાષ્ટ્રીય ટીમ જાહેર થતા હવે મોદી સરકારની કેબીનેટની પુન:રચનાની ચર્ચા શરૂ

28 September 2020 06:25 PM
India
  • જે.પી.નડ્ડાની રાષ્ટ્રીય ટીમ જાહેર થતા હવે મોદી સરકારની કેબીનેટની પુન:રચનાની ચર્ચા શરૂ

સરકારમાં ટેલેન્ટની ચિંતા: નવા યુવા ચહેરા લવાશે : મહામંત્રીપદેથી મુક્ત કરાયેલા રામ માધવ, મુરલીધરન પર નજર: પ.બંગાળ, તામિલનાડુ સહિતના રાજયોનું પ્રતિનિધિત્વ વધશે

નવી દિલ્હી:
શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાએ તેમની ‘મેઈડન’ ટીમની જાહેરાત કર્યા બાદ હવે સૌનું ધ્યાન મોદી સરકારની કેબીનેટનું વિસ્તરણ પર ગઈ છે અને નડ્ડાએ પક્ષના જે મહાનુભાવોને સંગઠનની કામગીરી આપી છુટ્ટા કર્યા છે. તેઓમાંથી કેટલાક ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે. મોદી-ટુ સરકારમાં હજુ અનેક પદો ખાલી છે અને સરકારની મુખ્ય ચિંતા ટેલેન્ટની કમી છે. ઉપરાંત હાલમાં જ કોરોના અસરગ્રસ્ત થયેલા ગૃહમંત્રી શ્રી અમીત શાહનું સ્વાસ્થ્ય પુરી રીતે સારુ થયું નથી અને તેમના પર સરકારનો ઘણો બોજો છે જે હળવો કરવો જરૂરી છે. શ્રી શાહ પક્ષના સંગઠન ઉપરાંત ચૂંટણીમાં પણ વ્યસ્ત રહે છે અને તેથી તેમને કોઈ યોગ્ય ‘હેન્ડ’ આપવાની જરૂર છે જે અમીત શાહ માટે રાહતરૂપ બની રહે. સૂત્રોના જણાવ્યા મુજબ મહામંત્રી પદથી છુટ્ટા થયેલા રામ માધવ હવે સરકારમાં કોઈ મહત્વની ભૂમિકામાં આવી શકે છે. તેઓએ મોદી વન અને ટુના આ સમયમાં દેશ વિદેશની કામગીરીમાં સારો અનુભવ મેળવી લીધો છે અને માનવામાં આવે છે કે તેઓને કાશ્મીરના ગવર્નરના ખાસ રાજકીય સલાહકાર અથવા તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રાજયકક્ષાના મંત્રી બનાવીને કાશ્મીરનો હવાલો સોપી શકાયો. આવી જ રીતે પી.મુરલીધરન પણ કેન્દ્રના કોઈ મહત્વનું સ્થાન મેળવી શકે છે. સૌની નજર નાણા મંત્રાલય પર છે. કોરોના-મંદી સહિતના કારણે મોદી સરકાર માટે નાણા મંત્રાલયએ સૌથી મહત્વનું ખાતુ બની રહ્યું છે અને નિર્મલાને તેમાં કોઈ મજબૂત સ્થાન અપાવી શકયા છે. મોદી સરકારમાં મહિલા મંત્રી તરીકે તેઓ એક જ જાણીતો ચહેરો છે.
સ્મૃતિ ઈરાની સક્ષમ મંત્રી સાબીત થયા નથી તે વાસ્તવિકતા છે. ઉપરાંત પશ્ર્ચીમ બંગાળ, તામિલનાડુ, કેરાળામાં ધારાસભા ચૂંટણીઓ આવે છે અને તેથી આ રાજયોના સાંસદોનું પ્રતિનિધિઓને વધુ તક મળી શકે છે.
જો કે કદાચ હવે બિહાર ચૂંટણી પછી જ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.


Related News

Loading...
Advertisement