ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ; વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓમાં આંખની બીમારીઓની ફરિયાદો વધી

28 September 2020 06:24 PM
World
  • ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ; વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓમાં આંખની બીમારીઓની ફરિયાદો વધી

20-20-20નો નિયમ પાળવા સલાહ આપતા આંખના નિષ્ણાંતો

લંડન તા.28
વર્ચ્યુલ મીટીંગમાં તમારો સહકર્મચારી દૂરના અંતરે નજર તાકતો અથવા વારંવાર આંખ પટપટાવતો નજરે પડે તો માઠુ ન લગાડતા. ઉલ્ટાનું તેની પ્રત્યે સંબંધના દાખવો. તે કદાચ તેની આંખ ધરાવવા આવું કરી રહ્યો છે.

2020માં ઘણી છુપાયેલી ખુવારીઓમાં 20/20 વિઝન પણ સામેલ છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાથી આ છૂપી દ્દષ્ટિની મહામારી થાય છે. તમને પણ જો આવું થતું હોય તો શહેરના આંખના ડોકટરને મળે. છેલ્લા કેટલાક વખતથી ડિજીટલ તેમજ આંખના નિષ્ણાંતોના વેઈટીંગ રૂમ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓથી ઉભરાઈ રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ માથાના દુખાવા, આંખની થકાવટ, તાણ તથા આંખ સૂકાઈ જવાની કે આંખ દુખતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્ક્રીન સામે લાંબો સમય ત્રાસુ જોવાથી વિઝન પણ ઝાસું થઈ જવાની આ લોકો ફરિયાદ કરી રહ્યા છે.

ઓટથેલોમોજીસ્ટ ગાર્ગી મર્ચન્ટ કહે છે કે સ્કુલ અને ઓફીસનું કામકાજ ટાળી શકાય ન હોઈ અને તેમને સ્ક્રીન-ટાઈમ ઘટાડવા કહી શકીએ તેમ નથી. તેમની સમક્ષ આવતા દર્દીઓમાં આંખો ચોળતા દર્દીઓ અને આંખો પટપટાવતા કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ અને એમબીએ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. ઘણાંના આંખના નંબર વધી ગયા છે. કેટલાક વર્ક ફ્રોમ હોમ અથવા વર્ક એકસ્ટ્રા ફ્રોમ હોમને દોષ આપે છે. લોકડાઉન પહેલા અવારનવાર યુકે સાથે આઠ-નવ કલાક કામ કરનારા નોકરી જવાના ડરે લંચ માટે માત્ર એક બ્રેક લઈ 12-13 કલાક ગાળી રહ્યા છે. કેટલાક તો સાપ્તાહિક રજાઓમાં પણ કામ કરી રહ્યા છે.

એક અગ્રણી નિષ્ણાંતના મતે સ્ક્રીન નાનો તેમ આંખો વધુ ખેંચવી પડે છે. કોમ્પ્યુટરના અભાવે ઘણા સેલફોન સ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છે. સ્ક્રીન પર જોતી વખતે માણસો અમસ્તા પણ ઓછીવાર આંખ પટપટાવે છે. કીકીના મધ્યભાગનો પીળો વિસ્તાર 50 વર્ષ પછી બગડયાની શરુઆત થાય છે. બ્લુ લાઈટ અને એલઈડી લાઈટીંગના કારણે લોકોના વિઝનને વહેલી અસર થાય છે. આવા ઘણાં લોકો નંબર વગરના, નો-ફિલ્ટર સેન્સીસ લેવા માંડયા છે. ડિઝાઈનર નોન-પ્રોસ્ક્રીપ્શન અને એન્ટીબ્લુ લાઈટ આયવેર 10000થી ઉપરની કિંમતે મળતા હોવા છતાં એની માંગ વધી છે. આવાં એન્ટી બ્લુ લાઈટ આયવેર મદદરૂપ બને છે કે નહીં એ વિષે વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

જીજ્ઞાસા જગાવે તેવી એક બાબત પણ છે. પ્રોટેકટીવ માસ્કને પણ દ્દષ્ટિક્ષેપ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. માસ્ક સતત પહેરી રાખવાથી મ્હોંમાંથી બહાર જતી ગરમ હવા આંખના સીધા સંપર્કમાં આવે છે. એથી પણ આંખ ડ્રાય થઈ શકે છે અથવા બળતરા થઈ શકે છે. આંખના ડોકટરો વારંવાર આંખ પટપટાવવા, ઠંડા પાણીથી આંખ ધોવા અને 20-20-20 નિયમ પાળવા જણાવે છે. એનો મતલબ છે કે દર 20 મીનીટે 20 સેક્ધડનો બ્રેક લઈ 20 ફુટ દૂર જુઓ.


Related News

Loading...
Advertisement