અમેરિકાની જોનસન એન્ડ જોનસનની કોરોના રસી ત્રીજા પરિક્ષણમાં સફળ

28 September 2020 06:22 PM
World
  • અમેરિકાની જોનસન એન્ડ જોનસનની કોરોના રસી ત્રીજા પરિક્ષણમાં સફળ

કોરોનાસુરનો અંત હવે નજીકમાં : ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વેકિસનની ત્રીજી ટ્રાયલ શરૂ

વોશિંગ્ટન તા. ર8 : કોરોના મહામારીને નાથવા દુનિયામાં વિવિધ દેશોમાં કોરોનાની રસી શોધવાના પ્રયાસો હાલ ચાલી રહયા છે. ત્યારે અમેરિકી દવા કંપની જોેનસન એન્ડ જોેનસન દ્વારા વિકસિત કરવામાં આવેલ કોરોના વેકિસન પ્રારંભિક પરીક્ષણોમં ખરી ઉતરી રહી હોવાના દાવા થયા છે.
એક ડોઝવાળી આ રસીમા પ્રથમ અને બીજા ચરણમાં થયેલા પરીક્ષણમાં કોરોના વાઇરસ સામે મજબુત પ્રતિરક્ષા જોવા મળી છે. રસીના પરિણામો મેડ-આરએકસઆઇવી વેબસાઇટ પર જાહેર કર્યા છે. જોનસન એન્ડ જોનસનની એડી26-સીઓવી 2 - એસ વેકિસન અમેરિકામાં ચોથી એવી વેકિસન છે જે નિદાનના પરીક્ષણના અંતિમ ચરણમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રસીના પ્રારંભિક અભ્યાસમાં વાઇરસ સામે એક મજબુત પ્રતિરક્ષા પ્રતિક્રિયા બનાવી છે. સંશોધકોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના પરીક્ષણના પરિણામોના આધારે તેમાં કોઇ ગંભીર આડ અસર નથી. આગામી બધીજ ટ્રાયલ ઠીક રહી તો કંપનીની રસી 2021 સુધીમાં લોકો માટે ઉપલબ્ધ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારતમાં ત્રણ રસીની ટ્રાયલ ચાલુ છે. આ ઉપરાંત ઓકસફોર્ડ એસ્ટ્રોજેનિકા, મોડર્ન અને ફાઇઝરનું પરીક્ષણ પણ અંતિમ દોરમાં છે.


Related News

Loading...
Advertisement