સુનિલ ગાવસ્કરના બચાવમાં પુત્ર રોહન પણ આવ્યો

28 September 2020 06:19 PM
Sports
  • સુનિલ ગાવસ્કરના બચાવમાં પુત્ર રોહન પણ આવ્યો

ભારતના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરે રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના નબળા દેખાવ અંગે જે કોમેન્ટ કરી હતી તે વિવાદ પૂરો થવાનો નામ લેતો નથી તે વચ્ચે હવે રોહન ગાવસ્કર પણ પિતાના બચાવમાં આવી ગયો છે. તેને સમગ્ર કોમેન્ટને ખોટા અર્થમાં લેવામાં આવી હતી ને બે વાક્યોને ખોટી રીતે જોડવામાં આવ્યા હતા તેવું જણાવીને એક રસપ્રદ ટવીટ કર્યું હતું અને લખ્યું કે ‘આઈ લવ ચોકલેટ, રીડ ઇટ અગેઇન.....ધીસ ઇઝ હાઉ યુ ફેઇલ યોલ એક્ઝામ’ એટલે કે ચોકલેટને અને પરીક્ષામાં નાપાસ થવાને કોઇ સંબંધ નથી તેવું જ મારા પિતાની કોમેન્ટ્રીમાં બે વાક્યોને જોડવાનો કોઇ સંબંધ નથી. પણ તે જોડી દેવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement