બિહારમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલો ખુલી: શરતો લાગુ

28 September 2020 06:18 PM
India
  • બિહારમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલો ખુલી: શરતો લાગુ

જો કે મોટાભાગની ખાનગી સ્કૂલોમાં વાલીઓ સંતાનોને ન મોકલવા ઈચ્છુક: સર્વે રિપોર્ટ

પટણા તા.28
દેશમાં કોરોના મહામારીના માહોલ વચ્ચે બિહારમાં આજે મોટાભાગની સરકારી અને ખાનગી શાળાઓ ખુલી ગઈ છે. અલબત સ્કુલમાં નિયમિત કક્ષાઓનું સંચાલન હાલ બંધ રહેશે, ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ સ્કુલે જઈને શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે, તેના માટે વાલીની સહમતી જરૂરી છે, સ્કુલોમાં બાળકોને પરાણે નહીં બોલાવી શકાય.
જો કે કોરોના મહામારીને જોતા મોટાભાગની ખાનગી સ્કુલોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, ખાનગી સ્કુલોમાં આ નિર્ણય વાલીઓ તરફથી મળેલા ફીડબેકના આધારે નિર્ણય લીધો છે. આ સ્કુલ હમરા છાત્રોને નહીં બોલાવે, સરકારી સ્કુલોમાં પણ જયાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કોઈ ગતિવિધિ હશે તો છાત્રોને નહીં બોલાવવામાં આવે. શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ એક છાત્રને સપ્તાહમાં ઓલ્ટરનેટ-ડે અર્થાત માત્ર બે દિવસ આવવાની જ સૂચના અપાઈ છે.
દરેક છાત્રોએ માસ્ક લગાવીને સ્કુલ આવવાનું રહેશે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવી તેમની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે તેમજ સાબુ અને સેનીટાઈઝરની વ્યવસ્થા સ્કુલે કરવાની રહેશે.


Related News

Loading...
Advertisement