બિહારમાં તેજસ્વી વિરૂધ્ધ તેજસ્વી

28 September 2020 06:16 PM
India
  • બિહારમાં તેજસ્વી વિરૂધ્ધ તેજસ્વી
  • બિહારમાં તેજસ્વી વિરૂધ્ધ તેજસ્વી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પોતાની ટીમ જાહેર કરી છે અને તેમાં યુવા મોરચાનું સુકાન તેજસ્વી સુર્યાને સોંપ્યું છે અને વરણીના 48 કલાકમાં જ તેઓ બિહારમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા પહોંચી ગયા છે. બિહારમાં પક્ષના ઇન્ચાર્જ તરીકે નિમાયેલા દેવેન્દ્ર ફડનવીસ અને તેજસ્વી સુર્યા બંને આજથી પક્ષમાં પ્રચારમાં યુવા સંમેલન વગેરેનો પ્રારંભ કરશે. રસપ્રદ બાબત એ છે કે બિહારમાં ભાજપની સામે આરજેડીનો જે મોરચો છે તેમાં તેજસ્વી યાદવ નેતૃત્વ કરે છે અને લાલુ પ્રસાદના પુત્રને પ્રથમ મુકાબલો તેજસ્વી સુર્યાનો કરવાનો રહેશે. તેજસ્વી યાદવ બિહાર પહોંચતાની સાથે જ મોદી સ્ટાઈલથી ટવીટ કરીને સામાજિક સમતા અને સમરસતા માટે પવિત્ર ધરતી કર્ણાટકથી ભગવાન બુધ્ધની કર્મભૂમિ બિહારમાં આવવાનું સૌભાગ્ય સાંપડ્યું છે તેવું જણાવીને ટંકાર કરી દીધો છે.


Related News

Loading...
Advertisement