ફડણવીસને બિહાર જીતી લેવા જણાવાયું પછી મહારાષ્ટ્રમાં ઇનામ મળશે

28 September 2020 06:14 PM
India
  • ફડણવીસને બિહાર જીતી લેવા જણાવાયું પછી મહારાષ્ટ્રમાં ઇનામ મળશે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાલની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત સાથેની મુલાકાતએ ચર્ચા જગાવી છે. હજુ બે દિવસ પહેલા ફડણવીસ સાથે રાતોરાત શપથલઈને નાયબ મુખ્યમંત્રી બની ગયેલા એનસીપીના નેતા અજીત પવારે ભાજપના સ્થાપક પંડીત દિનદયાળ ઉપાધ્યાયનાં જન્મજયંતીએ તેમની પ્રશંસા કરતું ટવીટ કર્યું હતું. પરંતુ થોડી મીનીટોમાં જ તે ડીલીટ કરી દીધું. આમ પવારનો ભાજપ પ્રેમ હજુ ઓસર્યો નથી તે વચ્ચે ફડણવીસ અને સંજય રાઉતની મુલાકાતે નવા સંકેતો આપ્યા. જો કે ફડણવીસે એવો દાવો કર્યો કે સામનામાં મુલાકાત માટેની આ બેઠક હતી એટલે કે તેમને ઇન્ટરવ્યુ આપવાનો હતો.તેમાં કોઇ રાજકીય ચર્ચા ન હતી. પરંતુ હવે શિવસેનાના મુખપત્રમાં કઇ રીતે ફડણવીસનો ઇન્ટરવ્યુ લેવાયો છે તે જોવું રસપ્રદ બની જશે. સુત્રોના જણાવ્યા મુજબ ફડણવીસને હાલ બિહારના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે અને તે જીતી લેવાય તો મહારાષ્ટ્રમાં તેમને શિવસેના સાથે આગળ વધવાની મંજૂરી મળશે.


Related News

Loading...
Advertisement