પશ્ચીમ બંગાળમાં ભાજપે મુકુલ રોયને આગળ ધર્યા તો પીઢ નેતા રાહુલ સિંહા અકળાયા

28 September 2020 06:11 PM
India
  • પશ્ચીમ બંગાળમાં ભાજપે મુકુલ રોયને આગળ ધર્યા તો પીઢ નેતા રાહુલ સિંહા અકળાયા

પશ્ચીમ બંગાળમાં જ્યારે ચૂંટણી આવી રહી છે તે સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.ડી. નડ્ડાએ પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલમાંથી ભાજપમાં આવેલા મુકુલ રોયને ઉપપ્રમુખ બનાવી દીધા અને રાષ્ટ્રીય કારોબારીમાં પણ લઇ લીધા જ્યારે પક્ષના 40 વર્ષના જૂના નેતા રાહુલ સિંહાને પડતા મૂકતા તેઓ અકળાયા છે અને એક વીડિયો મેસેજમાં તેમને કહ્યું કે 40 વર્ષથી હું ભાજપની સાથે છું. ડાબેરીઓ સામે પણ લડ્યો છું અને મમતા સામે પણ લડ્યો છું પરંતુ મને એ ઇનામ મળ્યું છે કે એક તૃણમુલ નેતાને આગળ ધરવા માટે મને પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેઓ આગામી દિવસોમાં પોતાનો વ્યૂહ જાહેર કરશે.


Related News

Loading...
Advertisement