કોરોના નહીં મારે તો ક્લાયમેન્ટ ચેન્જ આપણને મારી નાખશે

28 September 2020 06:05 PM
India
  • કોરોના નહીં મારે તો ક્લાયમેન્ટ ચેન્જ આપણને મારી નાખશે

વિશ્વમાં અત્યારે કોરોનાના કારણે કેટલા લોકોના મોત થશે તેનો અંદાજ મુકી શકાય તેમ નથી પરંતુ હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ફીઝીના વડાપ્રધાન ફ્રેન્ક બેઇનીમારામાએ ચેતવણી આપતા કહ્યું કે અમેરિકામાં જે રીતે કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગી રહી છે અને સાઈબીરિયામાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી પડી રહી છે, કેનેડા તથા આર્ટિક્ટ સહિતના વિસ્તારોમાં હીમશીલાઓ પીગળીને સમુદ્રમાં જઇ રહી છે તેથી મને એવું લાગતું નથી કે આપણે વેકિસન આવે તો પણ માનવજાતને બચાવી શકશું. કોરોના આપણને નહીં મારે તો ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના જે બદલાવ થઇ રહ્યા છે તે આપણને મારશે. રશિયાના સાઈબીરિયામાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક તાપમાન જોવા મળી રહ્યું છે જે વિશ્ર્વની સૌથી ઠંડી ભૂમિ તરીકે ઓળખાય છે. ફીઝીના વડાએ કહ્યું કે વધુને વધુ 75 વર્ષ અને આપણે અહીં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બેઠા હશું તેની કોઇ ગેરંટી નથી.


Related News

Loading...
Advertisement