વેકિસન માટે ભારત સરકાર પાસે રૂા. 80,000 કરોડ છે ?

28 September 2020 06:02 PM
India
  • વેકિસન માટે ભારત સરકાર પાસે રૂા. 80,000 કરોડ છે ?

પૂના સ્થિત વેકિસન નિર્માતા ઇન્સ્ટીટયુટના વડાનો પ્રશ્ર્ન : એક વર્ષમાં સરકારે આ જંગી બજેટ ફાળવવું પડશે : વેકિસનના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટે પણ સેંકડો રેફ્રીજરેટેડ વેનની જરૂર પડશે

નવીદિલ્હી,તા. 28
ભારતમાં કોરોનાનું સંક્રમણ સામેની વેકિસન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ બનશે તેવા સંકેત છે. અને દેશમાં પૂના સ્થિત સેરુમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાઝેનેકા ફાર્મા સાથે સંયુક્ત રીતે આ વેકિસનને ડેવલપ કરી રહી છે અને તેનાં માનવ પ્રયોગ પણ શરુ થઇ ગયા છે. પૂના સ્થિત આ ઇન્સ્ટીટયુટ વેકિસનને સફળતા મળે કે તૂર્ત જ તેના અબજો ડોઝનું ઉત્પાદન શરુ કરશે અને ભારત સરકારને પણ આપશે પરંતુ ઇન્સ્ટીટયુટના ચેરમેન અદલ પૂનાવાલાએ શું ભારત સરકાર પાસે આ વેકિસન ખરીદવા આગામી એક વર્ષમાં રૂા. 80,000 કરોડ છે ? તેવો પ્રશ્ર્ન ઉઠાવતાં વિવાદ સર્જાયો છે. તેઓએ એક ટવીટ કરીને વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલય બંનેને ટેગ કર્યા હતા. અને ક્વીક ક્વેશ્ર્ચન તરીકે લખ્યું હતું કે ભારત સરકાર રૂા. 80,000 કરોડ આ વેકિસન માટે ફાળવશે ? કારણ કે વેકિસન ખરીદવા અને તેને ડીસ્ટ્રીબ્યુટ કરવા માટે આ રકમ જરુરી છે અને આપણા જે આ આગામી સમયનો પડકાર છે. પુનાવાલાએ કહ્યું કે મેં એક પ્રશ્ર્ન પૂછ્યો છે કારણ કે આપણે પ્લાનીંગ કરવું જરુરી છે. વેકિસનનું ઉત્પાદન ભારતમાં થશે અને તે ભારતને મળશે પરંતુ તે માટે જંગી નાણાં ખચર્યા પડશે. બીજી તરફ પુનાવાલાના આ ટવીટના ઘેરા પડઘા પડ્યા છે. નીતિ આયોગના હેલ્થ વિભાગના સભ્ય અને વેકિસન અંગેના ગ્રુપના ચેરમેન ડો. વી.કે. પોલ ઉપરાંત અન્ય સભ્યો વેકિસન માટેના નાણાંકીય સ્ત્રોતની ચર્ચા કરવા અનેક વખત મળ્યા છે. જો કે હજુ સુધી સરકારે વેકિસન માટે નાણા અને વિતરણ વ્યવસ્થા કઇ રીતે ગોઠવાશે તે જાહેર કયું છે. એક વખત વેકિસન તૈયાર કર્યા બાદ તેને ટ્રાન્સફર કરવા સેંકડો રેફ્રીજરેટેડ વાનની જરુર પડશે અને સ્ટોરેજ માટે પણ આવી જ વ્યવસ્થા કરવી પડશે અને તે એક-એક વ્યક્તિ સુધી પહોંચે તે પણ સમગ્ર તંત્ર ગોઠવવું પડશે. જે એક વિશાળ નેટવર્ક માગી લેશે. અને આગામી સમયમાં તે કઇ રીતે થશે તે પણ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement