કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોની ચિંતા વધતી જાય છે

28 September 2020 05:53 PM
Ahmedabad Gujarat
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોની ચિંતા વધતી જાય છે

ગુજરાતમાં ભાજપને રાજ્યસભાની એક બેઠક જીતાડવા માટે કોંગ્રેસનાં આઠ-આઠ ધારાસભ્યો ખડયા અને વિધાનસભામાંથી રાજીનામું આપીને ફરી ચૂંટાશે તથા તેમને બાવળિયા, જવાહર ચાવડા જેટલી ઝડપી નહીં પરંતુ કાંઇક તો વળતર મળી જશે તેવી આશા હતી. પરંતુ પહેલા તો માર્ચ મહિનામાં ચૂંટણી મુલત્વી રહી પછી જૂનમાં ચૂંટણી યોજાય તો પણ પેટાચૂંટણીઓનું હજુ કાંઇ ઠેકાણુ નથી. બિહારની ચૂંટણી સાથે પેટાચૂંટણીઓ યોજાશે તેવી આશા હતી. પરંતુ તારીખો જાહેર થઈ નહીં. હવે તા. 29નાં રોજ પેટાચૂંટણીનો નિર્ણય લેવાશે. આ વચ્ચે કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યોને પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે વારંવાર ભાજપ કાર્યાલયે ચક્કર મારવા પડે છે અને ભાજપના નેતાઓને મળવું પડે છે કે જેથી ક્યાંક ‘બાયપાસ’ ન થઇ જાય.


Related News

Loading...
Advertisement