જુગાર અને માદક પદાર્થના ગુનામાં બે આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે

28 September 2020 05:53 PM
Rajkot Saurashtra
  • જુગાર અને માદક પદાર્થના ગુનામાં બે આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે

ખોડીયારનગરના હિતેષ ઉર્ફે હિતો મીર અને શિવપરાના અશરફ ઉર્ફે અચુને સાબરમતી જેલમાં ધકેલયા પોલીસે તજવીજ કરી

રાજકોટ, તા. ર8
અગાઉ જુગાર અને માદક પદાર્થની હેરાફેરીના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે. જુગારમાં પકડાયેલ હિતેષ ઉર્ફે હિતો મીર અને માદક પદાર્થના અનેક ગુનામાં સંડોવાયેલા અશરીફ ઉર્ફે અચુને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવા તજવીજ કરાઇ હતી.

રાજકોટ એસઓજી બ્રાંચે અગાઉ ગોંડલ તાલુકા, ગાંધીગ્રામ પોલીસ, આજી ડેમ પોલીસ, બગસરા પોલીસ મથકના એનડીપીએસ અને દારૂ વગેરેના ગુનામાં પકડાયેલા અશરફ ઉર્ફે અચુ હબીબભાઇ કાલવાતર (ઉ.વ.64) (રહે. હનુમાન મઢી ચોક પાસે શિવપરા, વીસ ઓરડી) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમ પોલીસ મહાનિર્દેશકને મોકલી આપી હતી. દરખાસ્ત મંજૂર થતા તેને સાબરમતી જેલમાં ધકેલવા તજવીજ કરી હતી. આ કામગીરી ગ્રામ્ય એસઓજીના પી.આઇ. એ.આર.ગોહીલ, એએસઆઇ પરવેઝભાઇ સમા, ઉપેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કરાઇ હતી.

માલવીયાનગર પોલીસે જુગારના ગુનામાં ઝડપાયેલા હિતેષ ઉર્ફે હિતો સંગ્રામભાઇ મીર (ઉ.વ.31, રહે. ખોડીયારનગર શેરી નં.10, બજરંગ પાનની સામે પાવર હાઉસની બાજુમાં) સામે પાસા અધિનિયમના નવા સુધારેલા કાયદા મુજબ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મોકલવામાં આવી હતી. દરખાસ્તને મંજૂરી મળતા પાસા વોરંટ ઇસ્યુ કરી આરોપીને અમદાવાદ મઘ્યસ્થ જેલમાં ધકેલવા તજવીજ કરાઇ હતી. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકંણ, પીએસઆઇ વી.કે.ઝાલા વગેરે દ્વારા કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement