કુંવરજી બાવળિયાને અફસોસ પણ ટક્કર ઉપરથી થાય છે

28 September 2020 05:52 PM
Ahmedabad Gujarat
  • કુંવરજી બાવળિયાને અફસોસ પણ ટક્કર ઉપરથી થાય છે

કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કલાકોમાં કેબીનેટ મંત્રાલય મેળવનાર કુંવરજી બાવળિયાએ બે-બે વખત રાજકોટ જિલ્લા પંચાયતના મેડીકલ ઓફીસર સામે ફરિયાદ કરી પરંતુ કોઇ પગલા લેવાતા નથી અને બાવળિયાને સમસમીને બેસી રહેવું પડે છે તે અંગે પણ જબરી ચર્ચા છે. સુત્રોના જણાવ્યા મુજબ કુંવરજીભાઈને આ અધિકારી સામે એક નહીં અનેક વાંધા છે પરંતુ પ્રથમ તો આ અધિકારી સરકારની ગૂડબુકમાં છે અને રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણની કામગીરીમાં તેઓએ જે રીતે ફાયર ફાઈટરની જેમ કામગીરી બજાવી છે તથા જિલ્લા તંત્ર સાથે સંકલન કર્યું છે તેથી તેમને હટાવવા કે કેમ તે પણ પ્રશ્ર્ન છે બીજી તરફ એ પણ છે કે રાજકોટ જિલ્લાના જ એક સિનિયર કેબીનેટ મંત્રી આ અધિકારીની સાથે છે અને તેનું લાયઝન સીધું આરોગ્ય મંત્રી સાથે છે અને તેથી જ બાવળિયાના હાથ હેઠા પડે છે.


Related News

Loading...
Advertisement