કેશુભાઇ પટેલ કોરોના સામે જંગ જીત્યા, તબીયત સ્વસ્થ, હોસ્પિટલમાંથી રજા અપાઇ

28 September 2020 05:51 PM
Rajkot
  • કેશુભાઇ પટેલ કોરોના સામે જંગ જીત્યા, તબીયત સ્વસ્થ, હોસ્પિટલમાંથી રજા અપાઇ

રાજકોટ તા. ર8 : ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને કદાવર પાટીદાર નેતા કેશુભાઇ પટેલે કોરોનાને મ્હાત આપી છે. તેમની તબીયત સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. હાલ તેઓ પોતાના નિવાસસ્થાને છે.
કેશુબાપાના PA શિતલ પંડયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બાપાના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. તા. 18ના રોજ અહેવાલો મળ્યા હતા કે તેમનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.સ કોરોના સંક્રમિત હોવાનું જણાતા બાપાને અમદાવાદના એસ.જી. રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે 92 વર્ષિય કેશુબાપાને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયાની માહિતી મળી હતી.


Related News

Loading...
Advertisement