રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી નાસતો ફરતો કેદી ઝડપાયો

28 September 2020 05:49 PM
Rajkot Crime
  • રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી નાસતો ફરતો કેદી ઝડપાયો

રાજકોટ તા.28
રાજકોટ મઘ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પ્રકાશગીરી કાંતીગીરી ગૌસ્વામી બાવાજી (રહે.રાધીકા પાર્ક, રાજલક્ષ્મી મેઇન રોડ, મોરબી ફાટક પાસે), 2009માં માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ગુનામાં જેલમાં હતો તેને 90 દિવસનાં પેરોલ મળ્યા બાદ તા.7/9ના રોજ જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેથી યુનિવર્સિટી પોલીસ મથકનાં પીએસઆઇ એ.બી.જાડેજા, હરપાલસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરે બાતમીને આધારે સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક ખાતેથી ઝડપી લેતા મઘ્યસ્થ જેલમાં ધકેલાયો હતો.


Related News

Loading...
Advertisement