ગૌવંશની ગેરકાયદે હેરાફેરીના ગુનામાં દશ માસથી ફરાર આરોપી ઝડપાયો

28 September 2020 05:48 PM
Rajkot
  • ગૌવંશની ગેરકાયદે હેરાફેરીના ગુનામાં દશ માસથી ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ તા.28
ગૌવંશની ગેરકાયદે હેરાફેરીના ગુનામાં દસ માસથી ફરાર આરોપીને રાજકોટની રેન્જની ટીમે વાંકાનેર બાઉન્ડ્રીથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.રાજકોટ રેન્જના ફોજદાર જે.એસ.ડેલા તથા તેમની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે તપાસમાં હતી. દરમિયાન સ્ટાફના કરશનભાઇ કાલોતરા, મહાવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ હેરાફેરીના ગુનામાં દશ માસથી નાસતા-ફરતા આરોપી રવિ રઘાભાઇ સીંધવ (રહે.રાધીકા સ્કૂલ ઠેબા બાયપાસ, જામનગર, મૂળ રાણીપાટ તા.મૂળી)ને વાંકાનેર બાઉન્ડ્રીથી ઝડપી લઇ તેનો કોરોના ટેસ્ટ કરાવવા માટે તજવીજ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement