જુના હુડકોમાં વૃઘ્ધે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો : અરેરાટી

28 September 2020 05:46 PM
Rajkot Saurashtra
  • જુના હુડકોમાં વૃઘ્ધે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો : અરેરાટી

વહેલી સવારે જ પગલુ ભરી લીધુ : પરિવારજનો ઉઠાડવા ગયા ત્યારે વૃઘ્ધનો મૃતદેહ લટકતો’તો

રાજકોટ તા.28
કોઠારીયા રોડ પર જુના હુડકોમાં રહેતા 71 વર્ષનાં વૃઘ્ધે કેન્સરની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતને પગલે પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુના હુડકોમાં રહેતા ઇન્દ્રસિંહ નટુભા ઝાલા (ઉ.વ.71) નામના વૃઘ્ધે વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આજે સવારે પરિવારજનો તેને જગાડવા ગયા ત્યારે ઇન્દ્રસિંહનો મૃતદેહ લટકતો હતો. ત્યારે 108નાં ઇએમટી કિશનભાઇએ જોઇ તપાસી વૃઘ્ધને મૃત જાહેર કર્યા હતાં.

તેઓ હાલ નિવૃત જીવન ગાળતા હતા. આ અંગે ભકિતનગર પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ વાંક અને રાઇટર અક્ષયરાજસિંહ રાણાએ કાગળો કરી તપાસ આદરી હતી.


Related News

Loading...
Advertisement